અરે બાપ રે… લગ્નમાં વરમાળા બાદ જ કન્યાનું આ કારણે થઇ ગયું મોત તો વરરાજાએ તેની બહેન સાથે જ કરી લીધા લગ્ન

કોરોના વાયરસના કારણે લગ્નનો પ્રથમ મોટો બદલાવ આવ્યો છે ત્યારે  આ દરમિયાન લગ્નોમાંથી એવી એવી ઘટનાઓ સામે આવે છે જે જાણીને આપણે પણ હેરાન રહી જઈએ. હાલ એવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના ઇટાવામાંથી સામે આવી છે જ્યાં ચાલુ લગ્નમાં જ કન્યાનું મોત થવાના કારણે વરરાજાએ સાળી સાથે લગ્નના ફેરા ફર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ઇટાવાના લગ્નમાં ત્યારે હોબાળો મચી ગયો જ્યાં લગ્ન સમારંભ દરમિયાન જ કન્યાનું મોત થઇ ગયું. લગ્નના બધા જ રિવાજ પુરા થવાના જ હતા કે અચાનક સાત ફેરા લેતા પહેલા જ કન્યાને હાર્ટ એટકે આવી ગયો જેના બાદ કન્યાનું મોત થઇ ગયું હતું.

આ સમગ્ર મામલો ઇટાવાના ભરથના ક્ષેત્રનો છે. જ્યાંના સમ્સપુરની અંદર થઇ રહેલા એક લગ્નની અંદર આ ઘટના ઘટી છે. કન્યા પક્ષના મહેશ ચંદ દ્વારા જણાવવામાં આવ્યું કે 25 મે મંગળવારના રોજ તેની બહેન સુરભીના લગ્ન નાવલી ચિત્તભવન નિવાસી મંજેશ સાથે ધામધૂમથી થઇ રહ્યા હતા. જાન આવ્યા બાદ જાનનું સ્વાગત પણ કરવામાં આવ્યું અને કર્યક્રમ શરુ પણ થઇ ગયા.

આ લગ્નની અંદર રાત્રે સાડા 8 વાગે બધા જ રિવાજ વરમાળા, માંગ ભરાઈ સમેત બીજા પણ ઘણા રિવાજ થઇ ચુક્યા હતા. લગ્નના સાત ફેરા લેવા માટે વર કન્યા તૈયારીમાં લાગ્યા હતા. આ બધા વચ્ચે જ રાત્રે લગભગ કન્યા અચાનક જ બેભાન થઇ ગઈ. કન્યાના બેભાન થતા જ ઘરમાં હોબાળો મચી ગયો હતો.

ઉતાવળમાં જ કન્યાને ગામમાં આવેલા એક પ્રાઇવેટ ડોક્ટર પાસે લઇ જવામાં આવી. ડોકટરે તપાસ કર્યા બાદ જણાવ્યું કે તેની હૃદયની ગતિ રોકાઈ જવાના કારણે મોતને ભેટી છે. જેના બાદ બંને પરિવારની ખુશીઓ માતમમાં બદલાઈ ગઈ.

લગ્નની અંદર હાજર રહેલા સંબંધીઓ અને વરરાજા પક્ષના લોકોની એન્ડોર અંદર સમજૂતી બાદ મૃતકની નાની બહેનને જ દુલ્હન બનાવવામાં આવી અને વરરાજા સાથે તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા. આ દરમિયાન મૃત કનનું શબ ઘરના એક ઓરડામાં રાખવામાં આવ્યું. વિદાય બાદ ણીતમઃ સંસ્કાર કરવામાં આવ્યા.

Niraj Patel