ફિલ્મી દુનિયા

41ની ઉંમરમાં હિરોઇનોને આમ ટક્કર આપે છે સંજય દત્તની પત્ની માન્યતા, બિકીની તસ્વીરોમાં વરસાવી રહી છે કહેર

સંજય દત્તની પત્ની માન્યતા દત્ત ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ તે હંમેશા પરંતુ તે હંમેશા તેની બોલ્ડનેસ અને ફેશનને લઇને ચર્ચાઓમાં રહે છે. ઘણીવાર સંજય દત્ત સાથે તે કોઈ ઇવેન્ટમાં જોવા મળે છે. માન્યતા દત્ત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની સુંદર તસ્વીરોથી ભરેલું રહે છે.

હાલમાં જ માન્યતા દત્તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સમુદ્ર પર ચિલિંગ કરતી વખતની કેટલીક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરો જોતજોતામાં જ વાયરલ થઈ ગઈ. માન્યતા દત્ત આજકાલ માલદીવમાં રજાઓ ગાળી રહી છે અને ત્યાંની સુંદર જગ્યાઓમાં પોતાની તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહી છે. માન્યતા દત્તે આ તસ્વીરની સાથે ખૂબ ફની કેપ્શન લખ્યું છે. માન્યતા દત્તે તસ્વીર પોસ્ટ કરી અને લખ્યું: ‘જ્યાં વાઇફાઇ નબળું હોય અને પવન ઝોરદાર ચાલતો હોય… ત્યાં જાવ… જ્યાં તમે પોતાને જીવંત અનુભવો છો…’ આ રીતે, માન્યતા દત્ત ખુલ્લા હવા અને અદભૂત દૃશ્યોની મજા લેતી જોવા મળી છે. એક તસ્વીરમાં તે બિકીનીમાં દેખાઈ રહી છે.

માન્યતા દત્તની આ તસ્વીરો પર સંજય દત્તની દીકરી ત્રિશલા દત્તે પણ કોમેન્ટ કરી છે. આ તસ્વીર પર ત્રિશલા દત્તની કોમેન્ટ સિવાય બોલિવૂડ અભિનેતા અલી ફઝલે પણ કોમેન્ટ કરી છે. આ તસ્વીરમાં માન્યતા ખૂબ જ હળવા મૂડમાં દેખાઈ રહી છે.

માન્યતા દત્તે અગાઉ પણ માલદીવની ઘણી તસ્વીરો શેર કરી હતી. એક તસ્વીરમાં તે બીચ પર ચાલતી જોવા મળી હતી, જ્યારે બીજી તસ્વીરમાં તે સ્વિમિંગ પૂલમાં હતી. માન્યતા માલદીવમાં ઘણી રિલેક્સ દેખાઈ રહી છે અને તે પોતાના ચાહકોને સતત અપડેટ પણ આપી રહી છે.

જણાવી દઈએ કે માન્યતા દત્ત અને સંજય દત્તે ફેબ્રુઆરી 2008માં લગ્ન કર્યા હતા અને 2010માં તેમને જોડિયા બાળકો ઈકરા અને શહરાનને જન્મ આપ્યો હતો. વાત કરીએ સંજય દત્તની તો એ આજકાલ મહેશ ભટ્ટના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ સડક 2ની શૂટિંગ કરી રહ્યા છે. એમની સાથે આ ફિલ્મમાં પૂજા ભટ્ટ અને આલિયા ભટ્ટ પણ છે. આ ફિલ્મ 10 જુલાઈએ રિલીઝ થશે. આ સિવાય સંજય દત્ત શમશેરામાં જોવા મળશે, જેમાં તેમની સાથે રણબીર કપૂર પણ હશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.