મનોરંજન

સંજુબાબાની પત્ની માન્યાતા એક સમયે કરતી B ગ્રેડ ફિલ્મો, હવે ચાલ્યું કર્યો આવો ધંધો

બૉલીવુડ અભિનેતા સંજય દત્તનું જીવન ઉતાર ચઢાવથી ભરેલું રહ્યું છે. જ્યારે સંજય દત્ત પોતાના જીવનના સૌથી મુશ્કિલ સમયમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે માન્યતા દત્તએ તેનો પુરો સાથ આપ્યો હતો.

એવામાં માન્યતા દત્ત વ્યક્તિગત જીવનથી અલગ પ્રોફેશનલના સ્વરૂપે એક નવી શરૂઆત કરવા જઈ રહી છે. માન્યતા એક પ્રોડ્યુસરના સ્વરૂપે પોતાના કેરિયરની શરૂઆત કરવા જઈ રહી છે.

જણાવી દઈએ કે માન્યતા દત્ત ઇંન્ડસ્ટ્રીમાં પહેલા બી ગ્રેડ ફિલ્મો માટે ઓળખવામાં આવતી હતી. તેના સિવાય 2008 માં આવેલી પ્રિયદર્શનની કૉમેડી ફિલ્મ ‘મેરે બાપ પહેલે આપ’ માં જોવા મળી હતી. તેણે અભિનેતા નિમિતની સાથે ‘લવર્સ લાઈફ અસ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. માન્યતા સાથે લગ્ન કર્યા પછી સંજય દત્તએ 20 લાખ રૂપિયામાં આ ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા હતા.

માન્યતાએ વર્ષ 2008 માં સંજય દત્ત સાથે ગોવામાં લગ્ન કર્યા હતા. બંનેની જોડીને બોલીવડુમા ખુબ પસંદ કરવામાં આવે છે. હાલ બંન્નેના બે બાળકો શાહરાન અને ઈકરા છે.

સંજય દત્તની ફિલ્મ ‘પ્રસ્થાનમ’ અમુક જ દિવસોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મથી માન્યતા દત્ત એક પ્રોડ્યુસરના સ્વરૂપે ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મ વર્ષ 2010 માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ પ્રસ્થનામનું જ રીમેક છે.

આ એક પોલિટિકલ ફિલ્મ છે. ફિલ્મમાં સંજય દત્ત મુખ્ય કીરદારમાં જોવા મળશે. તેના સિવાય જૈકી શ્રોફ, મનીષા કોઈરાલા, ચંકી પાંડે, અલી ફઝલ અને સત્યજિત દુબે પણ જોવા મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.