અજબગજબ ધાર્મિક-દુનિયા

આ છે ખાસ મંદિર, દિવસમાં માતા બદલે છે ત્રણ રૂપ, શત્રુઓનો કરે છે નાશ, જાણો બધું જ વિગતવાર

મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાં આવેલ મા પિતાંબરાના મંદિરમાંથી કોઈ પણ ઈચ્છા અધૂરી નથી જતી. રાજા હોય કે રંક માના નેત્રો દરેક પર એક સમાન જ કૃપા વરસાવે છે. મા પિતાંબરાનું આ મંદિર દેશના લોકપ્રિય સિદ્ધપીઠોમાંનું એક છે. આ એવું સિદ્ધપીઠ છે, જ્યા માતાની અનોખી કૃપા ભક્તો પર વરસે છે, પણ ભક્તો ત્રણ પ્રહરમાં માતાના અલગ-અલગ રૂપના દર્શન પણ કરે છે. આ સિદ્ધપીઠની સ્થાપના વર્ષ 1935માં પરમ તેજસ્વી સ્વામીજી દ્વારા કરવામાં આવી હતી. મા પિતાંબરાનું જન્મસ્થાન, નામ અને કુલ આજે પણ રહસ્ય જ છે. માતાના આ ચમત્કારિક ધામ સ્વામીજીના જપ અને તપના કારણે જ એક સિદ્ધપીઠના રૂપમાં દેશભરમાં ઓળખવામાં આવે છે.

Image Source

કહેવાય છે કે જયારે પણ કોઈ ભક્ત અહીં શ્રદ્ધાથી માતા પાસે કઈ માંગે છે એ તેને જરૂર મળે છે. મા પિતાંબરા શત્રુ નાશની અધિષ્ઠાત્રી દેવી છે અને રાજસત્તા પ્રાપ્તિમાં માતાની પૂજાનું વિશેષ મહત્વ હોય છે. આટલું જ નહિ પણ જયારે પણ દેશ પર કોઈ મોટી મુશ્કેલી આવી છે ત્યારે દેવીમા દેશવાસીઓની રક્ષા કરે છે. રાજકારણીઓએ પણ અહીં ગુપ્ત પૂજા કરીને વિજય મેળવ્યો છે. ચાલો જાણીએ દેવીના આ અદભૂત મંદિર વિશે…

Image Source

મંદિરના આચાર્યના જણાવ્યા અનુસાર, ચતુર્ભુજ રૂપમાં વિરાજમાન મા પિતાંબરાના એક હાથમાં ગદા, બીજામાં પાશ, ત્રીજામાં વજ્ર અને ચોથા હાથમાં રાક્ષસની જીભ પકડી રાખી છે. કહેવાય છે કે મા પિતાંબરા દેવી દિવસમાં ત્રણવાર પોતાનું રૂપ બદલે છે. માતાના બદલાતા રૂપનું રહસ્ય આજે પણ અકબંધ છે. એટલે જે આ મંદિરને ચમત્કારી માનવામાં આવે છે. માતાના દર્શનથી જ ભક્તોની મનોકામનાઓ પુરી થઇ જાય છે. અહીં માતાના દર્શન માટે એક નાની બારી છે. જેમાંથી જ ભક્તોને માતાના દર્શન કરવાનું સૌભાગ્ય મળે છે. કહેવાય છે કે પીળા વસ્ત્ર ધરાણ કરીને, માતાને પીળા વસ્ત્ર અને પીળો ભોગ અર્પણ કરવાથી ભક્તની બધી જ મનોકામના પુરી થાય છે. મંદિરના પ્રાંગણમાં આવેલા વનખંડેશ્વર મહાદેવ શિવલિંગ પણ છે જેને મહાભારતના સમયનું જણાવવામાં આવે છે.

Image Source

કહેવાય છે કે ક્યારેક આ સ્થાન પર સ્મશાન હતું પરંતુ આજે આ એક વિશ્વપ્રસિદ્ધ મંદિર છે. પિતાંબરા પીઠના પ્રાંગણમાં જ જ માતા ધૂમાવતી દેવીનું મંદિર છે. જે ભારતમાં ભગવતી ધુમાવતીનું એકમાત્ર મંદિર છે. કહેવાય છે કે જયારે જયારે દેશ પર કોઈ પણ વિપત્તિ આવે છે ત્યારે-ત્યારે કોઈને કોઈ ગુપ્ત રીતે આ બગલામુખીની સાધના અને યજ્ઞ હવન હવન અવશ્ય કરાવે છે. મા પિતાંબરાની કૃપાથી દેશ પર આવનારી ઘણી મુસીબતો ટળી જાય છે.

Image Source

મા પિતાંબરા બગલામુખીનું સ્વરૂપ રક્ષાત્મક છે. પિતાંબરા પીઠ મંદિર સાથે એક ઐતિહાસિક સત્ય પણ જોડાયેલું છે. વર્ષ 1962માં ચીને ભારત પર હુમલો કર્યો હતો. ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુએ મિત્ર દેશો પાસેથી મદદ માંગી હતી, પણ તેમને મદદ આપવાથી ઇન્કાર કર્યો હતો. ત્યારે કોઈ યોગીએ પંડિત જવાહરલાલ નહેરુને સ્વામી મહારાજને મળવા કહ્યું. એ સમયે નહેરુ દતિયા આવ્યા અને સ્વામીજીને મળ્યા. સ્વામી મહારાજે રાષ્ટ્રહિત માટે એક યજ્ઞ કરવાની વાત કહી. સિદ્ધ પંડિતો, તાંત્રિકો અને પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને યજ્ઞના યજમાન બનાવીને 51 કુંડીય મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. જેના પરિણામ સ્વરૂપે 11માં દિવસે અંતિમ આહુતિ સાથે જ ચીને પોતાની સેનાને પાછી બોલાવી લીધી હતી. એ સમયે યજ્ઞ માટે બનાવવામાં આવેલી યજ્ઞશાળા આજે પણ ત્યાં જ છે.

Image Source

આ જ રીતે વર્ષ 1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પણ મા બગલામુખીએ દેશની રક્ષા કરી હતી. વર્ષ 2000માં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું ત્યારે આપણા દેશના કેટલાક વિશિષ્ટ સાધકોએ મા બગલામુખીની ગુપ્ત રીતે સાધનાઓ અને યજ્ઞો કરાવ્યા, જેનાથી દુશ્મનોને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. એવું કહેવાય છે કે એ યજ્ઞ તાત્કાલીમ પ્રધાનમંત્રી અટલ બિહાર વાજપેજીના કહેવા પર કરાવ્યો હતો.

Image Source

આ મંદિરમાં એમ તો રાજનેતાઓનો જમાવડો લાગેલો રહે છે. વસુંધરા રાજે સિંધિયાએ પણ અહીં પોતાના રાજનીતિક સંકટ દરમ્યાન યજ્ઞ કરાવ્યો હતો. જયારે અમિત શાહ, યોગી આદિત્યનાથ, અને રાહુલ ગાંધી સહીત અન્ય નેતાઓએ અહીં માતાની વિશેષ પૂજા-અર્ચના કરી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks