આ લોકો પર રહે છે માં લક્ષ્મીની હંમેશા કૃપા, બને છે કરોડોની સંપત્તિના માલિક

દરેક લોકોને પૈસાદાર થવાની ઈચ્છા હોય છે. તેના માટે લોકો તનતોડ મહેનત પણ કરે છે. આ ઉપરાંત ધનની દેવી લક્ષ્મીની વિવિધ પ્રકારે પૂજા પણ કરે છે. જો કે કેટલાક લોકો એટલા ભાગ્યશાળી હોય છે કે તેમને જન્મતાની સાથે જ માતા લક્ષ્મીની કૃપા મળી જાય છે.

આવા ભાગ્યાશાળી લોકો કેટલીક ચોક્કસ તારીખે જન્મે છે. અંકશાસ્ત્ર પ્રમાણે આ ભાગ્યશાળી જાતકો મૂલાંક 9 વાળા હોય છે. એટલે કે કોઈ પણ મહિનામાં 9,18 કે 27 તારિખે જન્મેલા લોકો ખુબ ભાગ્યશાળી હોય છે. આ લોકોના જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી.

મૂલાંક 9માં જન્મેલા લોકોના જીવનમાં ક્યારે રૂપિયાની તંગી રહેતી નથી. તેમની પાસે ખુબ પૈસા રહે છે. આ સાથે તે વચનના પણ ખુબ પાક્કા હોય છે ક્યારેય પોતાની વાત પરથી ફરી નથી જતા. કોઈ પણ પરિસ્થિતિનો સામનો તેવો નિડરતાથી કરે છે. તમને જણાવી દઈએ કે મૂલાંક 9નો સ્વામી મંગળ છે. આ કારણે જ આ લોકોમાં તિક્ષ્ણ બુદ્ધીની સાથે સાથે ખુબ સાહસ પણ હોય છે.

મૂલાંક 9ના જાતકો રાજકારણ અને વહિવટી વિભાગમાં કામ કરીને મોટું નામ કમાય છે. તેઓ ઊંચા સ્થાને કામ કરવામાં માહિર હોય છે. તેઓ રાજકારણમાં જઈને લોકોની સેવા કરી પ્રતિષ્ઠા મેળવે છે આ ઉપરાંત તેઓ પ્રશાસનિક સેવામાં આવે તો આઈએએસ, આઈપીએસ કે રેલવેમાં ઉંચી પોસ્ટ પર બિરાજમાન થઈ સારૂ કામ કરે છે. તેઓ નિડર હોવાને કારણે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાથી ડરતા નથી હોતા.

મંગળના પ્રભાવના કારણે આ જાતકોનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો હોય છે. તેના કારણે તેના પરિવારમાં તેમનું ઓછુ બને છે. લોકો સાથે ઝલદીથી ભળી શકતા નથી. તેઓ પત્ની સાથે પણ સંઘર્ષમાં ઉતરતા રહે છે. લોકોના મતની પરવા કર્યા વિના તેઓ પોતાના મનનું ધાર્યું કરવામાં માને છે.

YC