જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

આ એક ગુણ જે પણ વ્યક્તિઓમાં હશે, તેનો સાથે ક્યારેય નથી છોડતી માં લક્ષ્મી- જાણી લો આજીવન માતાની કૃપા રહેશે

આ દુનિયામાં દરેક કોઈ વ્યક્તિ સફળ થાવા માગે છે પણ આ સફળતા સુધી પહોંચવા માટે દરેકે તનતોડ મહેનત પણ કરવી પડે છે.કહેવાય છે કે જ્યાં સુધી વ્યક્તિ સાચા દિલથી મહેનત નથી કરતા ત્યાં સુધી તેઓને સફળતા નથી મળતી. ઇતિહાસ પણ સાક્ષી છે કે દરેક સફળ પુરુષની પાછળ ક્યાંકને ક્યાંક સકારાત્મક વિચારોનો પણ મોટો હાથ હોય છે.શાસ્ત્રોમાં પણ એ કહેવામાં આવ્યું છે કે કામ ગમે તેટલું મુશ્કિલ પણ કેમ ના હોય, જો કોઈ વ્યક્તિની પાસે ‘બુદ્ધિ અને બળ’ છે તો કામિયાબી આસાનીથી મેળવી શકાય છે.બુદ્ધિ અને બળનું નામ જ યોગ્યતા છે.આ બંન્ને ગુણોથી જ વ્યક્તિ યોગ્ય બને છે. સમયના અનુસાર આ બંન્ને ગુણોનો ઉપીયોગ કરીને કોઈ મોટા શત્રુ પર પણ વિજય મેળવી શકાય છે.

Image Source

લક્ષ્મી પ્રાપ્ત કરવાના સરળ ઉપાય:
1.ઘરમાં પોતું કરવાના સમયે પાણીમાં થોડું મીઠું ભેળવીને પોતા કરવા જોઈએ જેનાથી ઘરમાં ઝગડા થાતા નથી,જેનાથી દરેક નકારાત્મક ઉર્જાઓ દૂર થઇ જાય છે અને તામરી સાથે બધું જ સારું થાવા લાગે છે.

Image Source

2.ગુરુવારની સવારે ઘરના મુખ્ય દ્વાર પર એક ગ્લાસ પાણી નાખવાથી માં લક્ષ્મીના ઘરમાં પ્રવેશ કરવાનો માર્ગ ખુલી જાય છે અને ઘરની આર્થિક સ્થિતમાં સુધારો આવે છે.

3.જો તમે આર્થિક રૂપથી સમર્થ થાવા માંગો છો તો અમાસના પહેલા પુરા ઘરની સારી રીતે સાફ સફાઈ કરાવી દો. તેનાથી ઘરમાં સુખશાંતિ બની રહેશે.ઘરનો વધારાનો સામાન કે ભંગાર વહેંચી નાખો કે પછી ફેંકી દો. ઘરની સાફ સફાઈ થઇ ગયા પછી અગરબત્તી ચોક્કસ કરો.

Image Source

સુંદરકાંડમાં પણ બતાવામાં આવ્યું છે બુદ્ધિ અને બળ વિશે:
કહેવાય છે કે સુંદરકાંડમાં હનુમાનજીએ માં સીતા પાસેથી ભોજન માંગ્યું હતું. ત્યારે સીતાજીએ હનુમાજીને કહ્યું કે અશોક વાટિકામાં જઈને ફળ ખાઈ આવો.સીતાજીએ કહ્યું હે બેટા! સાંભળો,મોટા મોટા યોદ્ધા રાક્ષસ આ વનની રખવાળી કરી રહ્યા છે.જવાબમાં હનુમાનજીએ કહ્યું કે,હે માતા જો તમે મને પ્રસન્ન થઈને આજ્ઞા આપશો તો મને તેઓનો બિલકુલ પણ ડર નહીં રહે.જે આત્મવિશ્વાશની સાથે હનુમાનજી સીતાજીને કહી રહ્યા હતા,એક ક્ષણ માટે સીતાજીને લાગ્યું કે ક્યાંક આ અતિશયુક્તિ તો નથી.

Image Source

અશોકવાટિકામાં થઇ હતી પરીક્ષા:
સીતાજી જાણતા હતા કે અશોકવાટિકામાં પ્રવેશ કરવાનો અર્થ,સીધા રાવણ સુધી પહોંચવું અને રાવણની સામે માત્ર બળથી જ કામ નહીં ચાલે,બળની સાથે સાથે બુદ્ધિ પણ હોવી જોઈએ. તે હનુમાનજીને અંદરથી બંનેને(બળ અને બુદ્ધિ)સંયુક્ત રીતે જોઈ ચુકી હતી.હનુમાનજીએ બુદ્ધિનો પ્રયોગ કરતા જ લંકા પ્રવેશ કર્યો અને સીતાજીની શોધ કરી હતી,આ દરમિયાન તેમણે બળનો ઉપિપયોગ કરીને લંકાની રખવાળી કરનારી લંકિની પર પણ વિજય મેળવ્યો હતો. હનુમાનજીને બુદ્ધિ અને બળમાં નિપુણ જોઈને જાનકીજીએ કહ્યું કે-જાઓ! શ્રીરઘુનાથજીના ચરણોમાં જઈને મીઠા ફળ ખાઓ.આ પ્રસંગમાં હનુમાનજીના માધ્યમથી આપણને એ સંદેશ મળે છે કે જીવન ત્યારે જ સુંદર છે, જ્યારે આપણી પાસે બુદ્ધિ અને બળ બંન્ને હોય.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks