ખબર

નવરાત્રીના છઠ્ઠા દિવસે કરો મા કાત્યાયની દેવીની પૂજા, યુવતીનોને મળે છે મનોવાંચ્છિત પતિ- વાંચો મંત્ર

નવલાં નવરાત્રિને ભક્તો આદ્યશક્તિની ભક્તિ કરતા હોય છે. અલગ-અલગ દિવસ અલગ-અલગ આરાધનાનું મહત્વ હોય છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે માં કાત્યાયનીની આરાધનાની મહત્વ છે. આસો સુદ છઠના દિવસે મા કાત્યાયનીની પુજાનું વિશેષ મહત્ત્વ છે. પ્રસિદ્ધ ઋષિ કાત્યાયને માતાજીની તપસ્યા કરીને માતાજીને પ્રસન્ન કર્યા હતા.

Image Source

પૌરાણમાં દર્શાવ્યા અનુસાર કંત નામના પ્રસિદ્ધ મહર્ષિ હતા. આજ ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયનનો જન્મ થયો હતો. મહર્ષિ કાત્યાયનએ ઘણા વર્ષો સુધી ભગવતી અને પરમાત્માની ઉપાસના કરી હતી. મહર્ષિ કાત્યાયનને ઈચ્છા હતી કે, તેના ઘરે પુત્રી સ્વરૂપે ભગવતી જન્મ ધારણ કરે. પરંતુ પૃથ્વી પર તે સમયે મહિષાસુરનો અત્યાચાર વધી ગયો હતો. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ના તેજથી તેજમય દેવી ઉતપન્ન થયા હતા. મહર્ષી કાત્યાયને આ જ દેવીની પૂજા કરી હતી. તેથી જ દેવીએ કાત્યાય ઋષિને ત્યાં જન્મ ધારણ કર્યો હતો.
જાણીએ માતાજીના ધ્યાન શ્લોકનું માહાત્મય :

ओम चंद्र हासोज्ज वलकरा शार्दू लवर वाहना|
कात्यायनी शुभं दद्या देवी दानव घातिनि||

Image Source

માં કાત્યાયનીની માતાજીને અત્યંત તેજમય છે માં ને ચાર ભુજાઓ છે. માતાજીના એક હાથમાં અભય મુદ્રા છે. માં ભગવતી સિંહ પર બિરાજમાન છે. માં કાત્યાયનીની ઉપાસના અને પૂજાથી ચારે ફળોની પ્રાપ્તિ થાય છે.
જે યુવિતના લગ્નમાં વિલંબ આવતો હોય તો તે યુવતીએ માતા કાત્યાયનીની પૂજા અર્ચના કરવાથી મનોવાંછિત પતિની પ્રાપ્તિ થાય છે. શ્રી કૃષ્ણને પતિ સ્વરૂપે મેળવવા વ્રજની ગોપીઓ આ જ માતાજીની પૂજા યમુના ઘાટ પર બેસીને કરી હતી.

Image Source

જે ભક્તો માતા કાત્યાયનીની પૂજા સાચા મન અને ભાવથી કરે છે તેને બધા જ રોગ, ભય, દુઃખ દરિદ્ર અને ઉપાધિનો નાશ કરે છે. કાત્યાયનીથી પૃથ્વીના બધા જ સુખો અને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે.

Image Source

આસો સુદ છઠના દિવસે પૂજા દરમિયાન પ્રસાદમાં મધનો ઉપયોગ કરવો. તેના પ્રભાવથી સાધક સુંદર પ્રાપ્ત થાય છે.
આ દિવસે જો લાલ કપડા પહેવાથી શુભ માનવામાં આવશે. આ રંગ સફલતા, ઉત્સાહ, શક્તિ, સૌભાગ્ય તેમજ તાકાતની દર્શાવે છે. જે લોકોને આ રંગ બહુ જ પસંદ હોય છે, તે વિશાળ હૃદયના સ્વામી, ઉદાર ઉત્તમ ગુણવાળા હોય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.