ધાર્મિક-દુનિયા

આ સરહદ પર ભારતીય સેના સાથે દેશની રક્ષા કરે છે મા ભવાની, રોજ રાતે કરે છે સૈનિકો સાથે વાત 

જેસલમેરથી થર રણમાં 120 કિલોમીટર દૂર સરહદ પાસે સ્થિત છે તનોટ માતાનું સિદ્ધ મંદિર. જેસલમેરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર બનેલા આ તનોટ માતાના મંદિર સાથે ભારત-પાકિસ્તાન યુદ્ધની ઘણી અજીબોગરીબ યાદો જોડાયેલી છે. 1971ના યુદ્ધ દરમ્યાન પાકિસ્તાને આ મંદિર વાળા વિસ્તાર 3000 તોપના ગોળાઓ અને બૉમ્બ ફેંક્યા હતા. પરંતુ માતાના આશીર્વાદના કારણે મંદિર પાસે એક પણ બૉમ્બ ન ફૂટ્યો. જે ફૂટયા એ પણ રણના દૂરના વિસ્તારમાં જઈને ફૂટયા, જેનાથી ભારતીય સૈન્યને કોઈ જ નુકશાન ન થયું.

આ જ કારણ છે કે પાકિસ્તાની સેનાને હરાવવામાં તનોટ માતાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. અહીં એવું માનવામાં આવે છે કે માતાએ સૈનિકોને મદદ કરી હતી અને પાકિસ્તાની સૈન્યએ પાછું હટવું પડ્યું હતું. આ ઘટનાની યાદમાં, તનોટ માતા મંદિરના સંગ્રહાલયમાં પાકિસ્તાન દ્વારા ફેંકવામાં આવેલા જીવતા બોમ્બ રાખવામાં આવ્યા છે.

3000 પાકિસ્તાની તોપના ગોળા પણ થયા બેઅસર:
પાકિસ્તાનએ રાતના સન્નાટામાં ત્રણ જુદી જુદી દિશાઓથી તનોટ પર ભારે સતત તોપમારો ચલાવ્યો હતો. દુશ્મનના આર્ટિલરીએ જબરજસ્ત આગ ઓકતા રહયા હતા. ત્યાં સુધી કે 3000 બોમ્બમાંથી 450 બૉમ્બ તો ફક્ત મંદિરના સંકુલમાં પડયા હતા, પરંતુ તે બેઅસર રહયા. આ બૉમ્બ આજે પણ મંદિરમાં રાખવામાં આવ્યા છે, જે અહીં જવાવાળા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

4 કિલોમીટર અંદર સુધી આવી ગઈ હતી પાકિસ્તાની સેના:
કબ્જે કરવાના હેતુથી, પાકિસ્તાને ભારતના આ ભાગ પર ભારે હુમલા કર્યા પરંતુ તેઓ સફળ થયા નહીં. યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેના 4 કિમી અંદર આપણી સરહદમાં ઘુસી આવી હતી. પણ જ્યારે ભારતીય સેના તેમના પર ભારે પડી ત્યારે તેમને જવાબી હુમલો કર્યો જેમાં પાકિસ્તાની સેનાને ભયંકર નુકશાન થયું હતું અને તેઓ પાછા હતી ગયા હતા.

સેનાના જવાન બન્યા મંદિરનું કવચ:
માતાનું મંદિર જે અત્યાર સુધી સુરક્ષા દળોનું કવચ બની રહ્યું છે, શાંતિ થવા પર સુરક્ષા દળોના જવાનો તેના કવચ બની ગયા. મંદિરને બીએસએફએ પોતાના નિયંત્રણમાં રાખ્યું છે. આજે અહીંની બધી જ ગોઠવણ સીમા સુરક્ષા બળના હાથમાં છે. મંદિરની અંદર સંગ્રહાલય છે જેમાં તેઓએ તોપના ગોળા પણ રાખ્યા છે. અહીં પૂજારી પણ એક સૈનિક છે.

બની ચુકી છે ફિલ્મ:
મંદિરમાં સવાર-સાંજ આરતી થાય છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર એક સૈનિક તૈનાત રહે છે, પરંતુ કોઈને પણ દાખલ થવાથી અટકાવવામાં નથી આવતા. અહીં ફોટોગ્રાફ્સ લેવા પર કોઈ પ્રતિબંધ નથી. આ મંદિરની ખ્યાતિને હિન્દી ફિલ્મ ‘બોર્ડર’ની પટકથામાં પણ સમાવવામાં આવી હતી. વાસ્તવમાં, આ મૂવી 1965ના યુદ્ધમાં લોંગેવાલા પોસ્ટ પર પાકિસ્તાની સેનાના હુમલા પર બનાવવામાં આવી હતી.

સપનામાં માતા સૈનિકો સાથે કરે છે વાત:
સૈનિકોએ એ માનીને કે માતા અમારી સાથે છે, ઓછી સંખ્યામાં હોવા છતાં દુશ્મનના હુમલાનો જવાબ આપ્યો અને દુશ્મનના હજારો સૈનિકો માર્યા ગયા. પાકિસ્તાની સેનાએ ભાગી જવાની ફરજ પડી હતી. માતા સપનામાં સૈનિકો પાસે આવે છે અને કહે છે કે જ્યાં સુધી તમે મારા મંદિરના પરિસરમાં છો ત્યાં સુધી હું તમારી રક્ષા કરીશ.

પાકિસ્તાન માટે બની ગયું હતું કબ્રસ્તાન:
4 ડિસેમ્બર 1971ની રાતે પંજાબ રેજિમેન્ટની એક કંપની અને બોર્ડર સિક્યોરિટી ફોર્સની કંપનીએ માતાના આશીર્વાદથી લોંગેવાલામાં પાકિસ્તાનની આખી ટેન્ક રેજિમેન્ટને ધૂળ ચટાડી દીધી હતી. લોંગેવાલાને પાકિસ્તાની ટેન્કોનું કબ્રસ્તાન પણ કહેવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks