ખબર

કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: મા-બાપની સેવા નહિ કરતા સંતાનોને પ્રોપર્ટી મળશે કે નહિ? વાંચો અહેવાલ

મુંબઈ હાઈ કોર્ટે પૈતૃક સંપત્તિને લઈને એક મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે જો કોઈ દીકરો પોતાના વૃદ્ધ માતા-પિતાની સાથે દૂરવ્યવહાર કરશે કે પછી તેની યોગ્ય રીતે દેખભાળ નહિ કરે તો માતા-પિતા પોતાના દીકરા પાસેથી પોતાની આપેલી સંપત્તિનો હિસ્સો પાછો લઇ શકે છે. વરિષ્ઠ નાગરિકોના રખરખાવ માટે વિશેષ કાયદાને કારણે રણજિત મોરે અને અનુજ પ્રભુ દેસાઈએ એક ટ્રીબ્યુનલના આદેશને યથાવત રાખ્યો.

થયું કઈક એવું કે, ટ્રીબ્યુનલએ વૃદ્ધ માતા-પિતાના અનુરોધ પર દીકરા-વહુને ભેટમાં આપેલી પ્રોપર્ટીની ડીલ કેન્સલ કરી નાખી હતી. દીકરા-વહુએ તેના વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેની ચર્ચા દરમિયાન કોર્ટે આ નિર્ણય સંભાળવ્યો છે. આ મામલો અંધેરીના એક કપલનો છે. વૃદ્ધ પિતાએ એક સમયે પોતાના દીકરાને એક ભેટ આપવાના રૂપે ફ્લેટનો 50 ટકા ભાગ તેના નામે કરી નાખ્યો હતો.

Image Source

વર્ષ 2014માં આ વૃદ્ધ પુરુષની પહેલી પત્નીનું નિધન થઇ ગયું હતું. આગળના વર્ષ જયારે તેમણે બીજા લગ્ન કરવાના વિચાર્યા તો તેના દીકરા અને વહુએ તેનો અનુરોધ કર્યો કે તે પોતાના અંધેરી ફ્લેટનો અમુક હિસ્સો તે લોકોના નામે ટ્રાન્સફર કરી દે. એવામાં તેના પિતાએ બીજા લગ્ન કર્યા અને તેઓના કહેવા અનુસાર ફ્લેટનો 50 ટકા હિસ્સો તેઓના નામે કરી દીધો. પણ આવું થયા પછી તેનો દીકરો અને વહુ પિતાને ત્રાસ આપવા લાગ્યા હતા.

દીકરા વહુથી હેરાન થઈને વૃદ્ધ પિતા ટ્રીબ્યુનલ પહોંચ્યા અને પોતે આપેલી પ્રોપટીની ડીલ કેન્સલ કરવા માટેની માંગ કરી. ટ્રિબ્યુનલે આ વૃદ્ધ પિતાના હકમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો, જેને લીધે દીકરા અને વહુએ હાઈ કોર્ટમાં અપીલ કરી છે. તેમણે કહ્યું કે તેણે આ પ્રોપર્ટી પોતાના દીકરા-વહુના નામ પર એટલા માટે કરી હતી કેમ કે તેઓ ઘડપણમાં તેઓની દેખભાળ કરે, પણ દીકરા અને વહુએ પોતાના બીજા લગ્ન કરવાને લીધે આવું કર્યું ન હતું.

Image Source

આ સિવાય પલક્કડમાં એક બીજી ઘટના ઘટી હતી જેમાં વૃદ્ધ હવે પોતાની આજીવિકા મેળવી શકે એમ ન હતા એટલે તેમના બાળકો તેમને તરછોડતા હતા. જેથી આ વૃધ્ધે પોતાના દીકરા વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ રજુ કરી હતી. જેના બદલામાં કોર્ટે આ વૃદ્ધના દીકરાઓને દર મહિને 5 હજાર રૂપિયા આપવાનો આદેશ ફરમાવ્યો, પરંતુ તેનું પાલન કરવામાં ન આવ્યું. જેથી કોર્ટે આ વૃદ્ધના દીકરાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરી. આ વૃદ્ધની સંપત્તિ બેન્કને સોંપી દીધી અને દર મહિને બેન્ક દ્વારા તેમને યોગ્ય ખર્ચ ચૂકવવાનો નિર્ણય લીધો. જેને લીધે આ વૃદ્ધનુ જીવન સુધરી ગયું.

શું છે સ્પેશિયલ એક્ટ:
-પેરેન્ટ્સ અને સિનિયર સીટીઝન કલ્યાણ અને દેખભાળ એક્ટ 2007માં કહેવામાં આવ્યું હતું કે બાળકોની એ કાનૂની જવાબદારી હોય છે જે કે તેઓ પોતાના મા-બાપની ઘડપણમાં સેવા કરે. તેઓને એકલા છોડવા એક અપરાધ સમાન છે.

Image Source

-એવા માતા-પિતા જેઓની ઉંમર 60 વર્ષથી વધારે છે અને તેઓ પોતાનું ધ્યાન નથી રાખી શકતા, તેઓ પોતાના બાળકોથી મેન્ટેન્સ (પૈસા) માગી શકે છે. જેમાં જીવિત દાદા-દાદી પણ સામેલ છે.

-સ્પેશિયલ ટ્રીબ્યુનલ આવા વૃદ્ધ લોકોને 10,000 રૂપિયાનો ખોરાકી હફતો આપવાનો આદેશ આપી શકે છે.
-જે વૃદ્ધ લોકોના કોઈ જ બાળકો નથી, એવામાં તેઓની પ્રોપર્ટી લેનારા કે સાંભળનારા કે તેઓના મૃત્યુ પછી જેઓને પ્રોપર્ટી મળશે, તેઓ પાસેથી હફતો માંગી શકે છે.

-વૃદ્ધ પેરેન્ટ્સને ખોરાકી હફતો દેવાની જવાબદારી બાલિગ બાળકો, ભાણેજો કે પૌત્રોની છે.
-જો કોઈએ આ કાનૂનનું પાલન નથી કર્યું તો તેઓને ત્રણ મહિનાની સજા પણ થઇ શકે છે.

Image Source

આજના સમયમાં જયારે વૃદ્ધ માતા-પિતાને તેમના સંતાનોની ખૂબ જ જરૂર હોય છે ત્યારે જ બાળકો તેમને તરછોડી દે છે. ત્યારે વૃદ્ધોએ કોર્ટનો જ આશરો લેવો પડે છે અને કોર્ટના આવા નિર્ણયો તેમના જીવનને સુધારે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks