અજબગજબ

મા બનવાના 11 અઠવાડિયા પછી આ મહિલાએ આપ્યો બીજા છોકરાને જન્મ, વાંચો આખી ઘટના

હોસ્પિટલમાં કેટલીક વખત એવા કેસ આવે છે કે જેના વિશે સાંભળીને ડોક્ટર પોતે જ હેરાન થઇ જાય છે. કેટલાક દિવસો પહેલા આવો એક કેસ કઝાખ્સતાનમાં જોવા મળ્યો હતો. અહીં 29 વર્ષની એક મહિલાએ મા બન્યાના 11 અઠવાડિયા પછી ફરી એક બાળકને જન્મ આપ્યો. ચોંકાવનારી વાત તો એ છે કે તેને આ બંને બાળકો જુડવા છે. મેડિકલ જગતમાં આવો કેસ 5 કરોડમાંથી એકવાર જોવા મળે છે.

Image Source

આ મહિલાનું નામ લીલીયા કોનોવલોવા છે. તે ઉત્તર કઝાખ્સતાનમાં રહે છે. આ કેસની બધી વિગત ડોકટરને પહેલેથી જ હતી તેથી તેઓ સંપૂર્ણ તૈયારીમાં હતા. 7 વર્ષ પહેલા જયારે લીલીયા પહેલીવાર પ્રેગ્નેટ થઇ ત્યારે ડોક્ટરને ખબર પડી કે લીલીયાને બે ગર્ભાશય છે.

લીલીયાએ 24 મેએ એક બેબી ગર્લને જન્મ આપ્યો હતો પરંતુ તેમને દીકરાનો જન્મ 9 ઓગસ્ટના રોજ થયો હતો. તેમને દીકરી લિયાનો જન્મ 25 મહિનાની પ્રેગ્નેસી પછી થયો હતો. ત્યારે તેનું વજન 850 ગ્રામ હતું, તેથી એક મહિના સુધી તેને આઈસીયુમાં રાખવામાં આવી હતી. લિયાના જન્મના અઢી મહિના પછી દીકરો મૈકિસમનો જન્મ થયો હતો. તેનું વજન જન્મના સમયે 2 કિલો અને 800 ગ્રામ હતું.

Image Source

લીલીયાનું કહેવું છે કે, “મારા દીકરાને આ દુનિયામાં આવવાની કોઈ જલ્દી ન હતી. તેથી તેને પૂરો સમય લીધો છે. હવે હું મારા બંને બાળકોને લઈને ઘરે જવા તૈયાર છું. જયારે ડોક્ટરે મને જણાવ્યું કે મારા શરીરમાં બે ગર્ભાશય છે અને મારા બે છોકરાનો જન્મ આવી પરિસ્થિતિમાં થશે ત્યારે હું ખુબ જ હેરાન થઇ ગઈ હતી. હું મારી બેબી ગર્લને લઈને ચિતામાં હતી પણ ડોક્ટર સારા હતા. તેઓ જે રીતે મારી દીકરીને આ દુનિયામાં લાવ્યા છે એ કોઈ ચમત્કારથી ઓછું નથી.”

લીલિયાના ડોક્ટરે જણાવ્યું કે, “આ આખા સમયે અમારું ધ્યાન લીલીયા પર જ હતું, તેમની બેબી અને તેમને બીજા છોકરાના જન્મની રાહ જોઈ રહ્યા હતા. અમે ખુશ છીએ કે લીલીયાના બાળકના જન્મમાં કોઈ તકલીફ આવી ન હતી. હવે તે બંને બાળકોને ઘરે લઇ જઈ શકે છે.”

ડોકટરે આગળ જણાવ્યું કે, ‘કઝાખ્સતાનના ઇતિહાસમાં આવું પહેલી વાર થયું છે કે અલગ-અલગ સમયે બે જુડવા બાળકોનો જન્મ થયો હોય. બંને જુડવા ભાઈ-બહેન વચ્ચે 11 અઠવાડિયાનું અંતર છે. આ સાચેમાં અલગ જ કેસ હતો. પણ અમે ખુશ છીએ કે મા અને બંને બાળકો સ્વસ્થ છે.’

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.