અશ્વિન માસમાં શુક્લ પક્ષની પ્રતિપદા મા નવરાત્રીની શરૂઆત થાય છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન માના નવ સ્વરૂપો શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. ભક્તો માતાની ભક્તિ પૂજા અર્ચના કરતા હોય છે. અને માતા ભક્તોની પુકાર જરૂર સાંભળે છે અને તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે. તેમજ માતા માટે રોજ નવ દિવસનો ભોગ ચઢાવવામાં આવે છે. લોકો નવ દિવસ ઉપવાસ રાખે છે અને દસમા દિવસે કન્યા પૂજન કરીને વ્રત ખોલે છે.

નવરાત્રિમાં ભક્તો મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે વ્રત પૂજા કળશ સ્થાપના કરતાં હોય છે. અને અખંડ દીવો રાખે છે. અને નવ દિવસ નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરે છે. દેશના ખૂણે-ખૂણે આસ્થા અને શ્રદ્ધાનો મહિલા જોવા મળે છે. લોકો ઉપવાસ કરે છે, માતાજીના શૃંગાર કરે છે, અને બીજી ઘણી રીતે માતાજીની આરાધના કરે છે. માતાનો આશીર્વાદ પૂર્ણ રીતે મળી રહે તેના માટે નવરાત્રિમાં આ વસ્તુઓ ભુલથી પણ ન કરવી જોઈએ.
નવરાત્રિમાં આ ખાસ બાબતોને ધ્યાનમાં રાખવી –

1. મા દુર્ગાને લાલ ગુલાબ પસંદ હોવાથી પૂજા સમયે માતાજીને લાલ ગુલાબ અવશ્ય ચઢાવવુ.
2. નવરાત્રીના ઉપવાસ દરમ્યાન ફળહાર કરવું જોઈએ તેમજ ફરાળી વાનગીઓ ખાઈ શકાય.
3. આ સમય દરમ્યાન સાત્વિક ભોજન જ બનાવવું લસણ ડુંગળી નોનવેજ ન બનાવવુ.
4. વ્રત દરમિયાન અનાજ કે મીઠાનો ઉપયોગ ન કરવો.
5. વ્રત કરતા હોય તે લોકો શારીરિક સંબંધ ન બનાવવો.
6. જે લોકો આ વ્રત રાખે છે તે લોકોએ નવ દિવસ લીંબુ ન કાપવું જોઈએ.

7. નવરાત્રીમાં દિવસ દરમિયાન ઊંઘવું ન જોઈએ તેમજ તમાકુ દારૂ અને નોનવેજનું સેવન ન કરવું જોઈએ.
8. જે લોકો વ્રત કરતા હોય તે લોકોએ દાઢી મુછ અને વાળ કપાવવા ન જોઈએ. તેમજ નખ પણ ન કાપવા.
9. જે લોકો કળશ સ્થાપના કરે છે અને અખંડ દીવો રાખે છે તે લોકોએ પોતાનું ઘર ખાલી કે બંઘ ક્યારેય ન રાખવુ જોઈએ. અને ચોખ્ખુ રાખવુ જોઈએ.
10. જે પણ વ્યક્તિ આ વ્રત રાખે તે લોકોએ ચામડાની વસ્તુ જેમ કે બુટ-ચંપલ, બેલ્ટ ઘડિયાળ ન પહેરવું જોઈએ.
11. માસિક દરમ્યાન સ્ત્રીઓએ પૂજન-અર્ચન ન કરવું
12. કોઈપણ વ્યક્તિનું મન દુઃખ થાય તેવું કાર્ય ન કરવું જોઈએ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks