વડોદરાની ખ્યાતનામ M.S. યુનિવર્સીટીના ત્રીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીએ ગળે ટુંપો ખાઈને કરી લીધો આપઘાત, પોલીસ લાગી તપાસમાં

વડોદરાની એમ એસ યુનિવર્સિટીના લો ફેકલ્ટીના ત્રીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર કરી આત્મહત્યા

M.S. University student commits suicide : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના મામલાઓ સતત વધી રહ્યા છે અને ખાસ કરીને યુવાનોમાં આપઘાતના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ઘણા યુવાનો શેર બજારમાં રોકાણ કરતા ખોટ જવાના કારણે તો કોઈ પ્રેમ પ્રસંગો અથવા તો અન્ય કારણોને લઈને આપઘાત કેવા પગલાં પણ ભરતા હોય છે. ત્યારે હાલ આપઘાતનો એક મામલો વડોદરાની ખ્યાતનામ MS યુનિવર્સીટીમાંથી સામે આવ્યો છે, જ્યાં ત્રીજા વર્ષમાં ભણતા એક વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે.

LLBના ત્રીજા વર્ષમાં હતો વિદ્યાર્થી :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મધ્ય પ્રદેશ અને હાલ વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા એક ભાડાના મકાનમાં રહીને M.S. યુનિવર્સીટીના LLBના ત્રીજ વર્ષમાં અભ્યાસ કરતા પ્રીતમ ચૌહાણે પોતાના ઘરમાં જ પંખા સાથે ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધો હતો. યુવકે શા કારણે આપઘાત કર્યો તે હજુ સામે નથી આવ્યું, ઘટના અંગે જાણ થતા જ ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવકના પરિવારને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ કરી રહી છે તપાસ :

પોલીસે પ્રીતમના મૃતદેહને નીચે ઉતારી અને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્ય હતો, અને તપાસ પણ હાથ ધરી હતી. પોલીસને ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ પણ નથી મળી, જેના કારણે આપઘાત કરવાનું પણ સાચું કારણ પણ સામે નથી આવ્યું. ત્યારે હવે પોલીસ આપઘાતના કારણ જાણવા વિશે પ્રીતમના મિત્રો સાથે પણ પુછપરછ કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે યુવકે શા કારણે આવું પગલું ભર્યું.

પરિવાર પહોંચ્યો વડોદરા :

ત્યારે બીજી તરફ પોતાના વ્હાલસોયા દીકરાના મોતની જાણ થતા જ પ્રીતમનો પરિવાર પણ મધ્ય પ્રદેશથી તાત્કાલિક વડોદરા આવી પહોંચ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ પરિવારને તેનો મૃતદેહ સોંપવામાં આવશે જેના બાદ તેઓ તેને વતન લઇ જશે. ત્યારે દીકરાના મોત બાદ પરિવાર માથે પણ આભ તૂટી પડ્યું છે. તેના પરિવારે સપને પણ વિચાર્યું નહોતું કે દીકરો આટલું મોટું પગલું ભરી લેશે. હાલ પરિવારમાં પણ માતામ છવાયો છે.

Niraj Patel