ખબર

બ્રેકીંગ ન્યુઝ: PM મોદી પહોંચ્યા ભાવનગર, હવે CM રૂપાણી અને અધિકારીઓ સાથે મિટિંગ કરીને…

ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચી ચૂક્યા છે. PM દિલ્હીથી સીધા ભાવનગર આવ્યા છે.

તે ભાવનગર એરપોર્ટ પહોચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ શરૂ કર્યું, તેના બાદમાં અમદાવાદ શહેરમાં સમીક્ષા બેઠક કરશે.

તમને જણાવી દઈએ આપણા રાજ્યમાં વાવાઝોડાએ હચમચાવી નાંખતા ભારે તારાજી થઈ છે. અત્યારે સુધીમાં 45 લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે PM મોદી સ્થિતિની સમીક્ષા કરવા ગુજરાત પહોંચ્યા છે.

ગુજરાતમાં વાવાઝોડાને લીધે કરોડોનું નુકસાન થયું છે, એવામાં ગુજરાતમાં હજારોની સંખ્યામાં ઝાડ અને વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે અને આશરે 6 હજાર કાચા પાકા મકાન પડી જતાં લોકો નિરાધાર બન્યા છે. હવે પીએમ મોદી ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં થયેલી તબાહીનું હવાઈ સર્વેક્ષણ કરશે સાથે દીવની પણ સમીક્ષા કરશે.

આ સામ દરમિયાન PM મોદી રાહત પેકેજનું પણ એલાન કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી દિલ્લી જવા રવાના થશે. અમદાવાદના જિલ્લાના સાણંદ શહેરમાં વાવાઝોડા અને હેવી રેનને લીધે બે ભાઈ બહેનના મોત નીપજ્યા છે.

સાણંદમાં જોરદાર વાવાઝોડાની અસરના કારણે પવન ફૂંકાઇ રહ્યો છે. એવામાં સમાચાર મળી રહ્યા છે કે બે ભાઈ બહેન ઘર પાસે હતા. પવનના કારણે પતરું ઉડી અને વીજળીના લાઈવ વાયર પર પડ્યું હતું.

પતરું બંને ભાઈ-બહેનના પર પણ પડતાં તેઓને કરંટ લાગ્યો હતો. જેથી બંનેના ઘટનાસ્થળે ઓન થઈ સ્પોટ ડેથ થઇ ગઈ છે. ગુજરાતમાં વિનાશ કરીને તાઉ-તે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. હવે ગુજરાત માટે થોડાક રાહતના સમાચાર સામે આવ્યા છે.

વાવાઝોડું નબળું પડી તો ગયું છે. ચીફ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, મંગળવારે સાંજ સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ જશે અને ઉત્તર પૂર્વ – રાજસ્થાન તરફ ફંટાશે. પરંતુ અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.