અજબગજબ

કોરોના કાળમાં વધ્યું સ્ટાઈલિશ અને લક્ઝરી ફેસ માસ્કનું ચલણ, જાણો કેટલી છે તેની કિંમત

કોરોના સંકટ વચ્ચે એક વસ્તુ જીવનનો સૌથી મહત્ત્વનો ભાગ બની ગઈ અને એ છે માસ્ક, આજે કોઈપણ વ્યક્તિ માસ્ક વિના રસ્તા ઉપર જોવા નહીં મળે, તો માસ્કની જરૂરિયાતને લઈને અલગ અલગ પ્રકારના માસ્ક બજારની અંદર આવવા લાગ્યા. ભારતમાં પણ સોનાના માસ્ક સોશિયલ મીડિયામાં છવાવવા લાગ્યા. ત્યાં જ બેલ્જીયમમાં પણ લકઝરી માસ્ક તૈયાર કરવામાં આવી રહ્યા છે જેની કિંમત લગભગ 75થી 160 યુરો એટલે 13000 રૂપિયા સુધીની છે. આજે આપણે એવા જ કેટલાક સ્ટાઈલિશ અને લકઝરી માસ્ક જોઈએ.

Image Source

બેલ્જીયમના ડિઝાઈનરોએ મેડિકલ માસ્કને ચિક એક્સેસરીઝમાં તબદીલ કર્યું છે. આ બ્રસેલ્સના સ્ટાઇલિસ્ટ ઓડે ડી બુલફનો એક સ્કાર્ફ માસ્ક તૈયાર કર્યો છે જેમાં લિનન, કશ્મીરી અને બીજા હાઈ ક્વોલિટી મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માસ્કને લકઝરી શૉલ સાથે જોડવામાં આવ્યો છે.

Image Source

ઓલિવિયા ડી વુલ્ફ હોસ્પિટલ માટે ફ્રીમાં 1500 માસ્ક બનાવી ચુકી છે. તેમને કહ્યું કે મને મારી માતા પાસેથી પ્રેરણા મળી કારણ કે તેમને પોતાનું ગળું પસંદ નહોતું. જયારે તમે ગાડીમાં હોય ત્યારે માસ્કને ઉતારી શકો છો. અને ખરીદી દરમિયાન પાછું લગાવી શકો છો. તમે કહી શકો કે આ એક લક્ઝુરિ પ્રોડક્ટ છે. તે 160 યુરો પ્રતિ પીસના હિસાબથી માસ્ક વેચી રહી છે.

Image Source

ફેશન એસેસરીઝ બનાવવા વાળી ઓલિવિયા હેનોટ હવે માસ્ક બનાવામાં પોતાની પ્રતિભા બતાવી રહી છે. તે સેકવીન, રત્નો અને સિલ્ક ફ્લાવર્સ જેવા મટીરીયલથી માસ્ક તૈયાર કરે છે. જેની કિંમત 75 યુરોથી શરૂ થાય છે અને માસ્કની કિંમત એ વાત ઉપર નિર્ભર કરે છે કે તેમાં કેટલું વર્ક છે અને કયું મટીરીયલ છે.

Image Source

ત્યાં જ ઓલિવિયાનું કહેવું છે કે આ માસ્ક રોજ પહેરવા માટે નથી. આ માસ્કને તમે કોઈ પાર્ટી, લગ્ન કે કોઈ ખાસ પ્રસંગે પહેરી શકો છો. તેની પાછળનો વિચાર એ છે કે કોરોના કાળમાં દુઃખી લોકોના ચહેરા ઉપર થોડી ખુશી લાવી શકાય અને એમ પણ બેલ્જીયલ દુનિયામાં હીરા શોધવામાં આગળ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.