મુકેશ અંબાણીથી લઇ ગૌતમ અદાણી સુધી, જાણો કઈ લક્ઝરી ગાડીઓ સફર કરે છે દેશના આ બિઝનેસ ટાયકૂન્સ

ભારત દેશના ટોપ ધનકુબેર બિઝનેસમેન કેવી ગાડીઓમાં ફરે છે? જુઓ

દેશના ધનકુબેરોની વાત કરવામાં આવે તો તેમાં અદાણી,અંબાણી,મહિન્દ્રાથી લઈને પુનાવાળા સુધી નામ આવે છે. આ ધનકુબેર એક શાનદાર લાઈફ સ્ટાઇલ જીવે છે. તેમના ગાડીઓના કલેકશનની વાત કરીએ તો કોઈકની પાસે ફેરારી તો કોઈકની પાસે રોલ્સ રોય જેવી ગાડીઓ છે. એવામાં આજે  એક નજર આ ધનકુબેરોની ગાડીઓ પર નાંખીશુ અને જાણીશુ આ બિઝનેસ ટાયકૂન્સમાં કોની જોડે કઈ ગાડી છે . જોવો બધી તસવીરો.

મુકેશ અંબાણી: એશિયાના સૌથી અમીર માણસ મુકેશ અંબાણી પાસે શાનદાર ગાડીઓની ભરમાર છે. તેમની શાનદાર ગાડીઓમાં મર્સીડીસ બેન્ઝ એસ-ક્લાસ,બેન્ટલી કોન્ટિનેન્ટલ ફ્લાઈંગ સુપર, બીએમડબલ્યુ 760લી સિક્યોરિટી એડિશન અને મેબૈક 62 જેવી ગાડીઓ શામેલ છે. આની સાથે તેમની પાસે જે સૌથી વધારે સુંદર ગાડી છે તેમાં રોલ્સ રોય ફેન્ટમનું નામ શામેલ છે. તેની કિંમત 8-10 કરોડ રૂપિયા છે.

ગૌતમ અદાણી: અદાણી ગ્રુપના સ્થાપક અને સીઈઓ ગૌતમ અદાણી જોડે લક્ઝરી ગાડીઓનો કાફલો છે. તેની પાસે બીએમડબલ્યુ 7 સિરીઝ, બ્રાઇટ રેડ ફેરારી કેલિફોર્નિયા અને રોલ્સ રોય ગોસ્ટ જેવી ગાડીઓ છે.

કુમાર મંગલમ બિરલા: આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાની પાસે બુલેટપ્રુફ  બીએમડબ્લ્યુ 760 એલઆઈ છે. બીએમડબ્લ્યુ 760લીની બેઝ મોડેલની કિંમત લગભગ 2.50 કરોડ રૂપિયા છે.

આનંદ મહિન્દ્રા : આનંદ મહિન્દ્રા ભારતના સૌથી સફળ બિઝનેસ ટાયકૂન છે. તે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સમૂહના અધ્યક્ષ છે. તેમની ગાડીઓના કલેકશનની વાત કરીયે તો તેમની પાસે મહિન્દ્રા બોલેરો ઈન્વાદર, મહિન્દ્રા સ્કોર્પિયો, મહિન્દ્રા XUV 500, મહિન્દ્રા TUV 300 પ્લસ જેવી ગાડીઓ છે.

સાઈરસ એસ પુનાવાળા: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના મુખ્ય નિર્દેશક સાઈરસ એસ પુનાવાળા પાસે ફેરારી એફ 430 ગાડી છે.

અદાર પુનાવાળા: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના મુખ્ય કાર્યકાર અધિકારી અદાર પુનાવાળા પાસે ભવ્ય ગાડીઓનુ કલેકશન છે. તેમની પાસે ફેરારી પણ  છે.

Krishna Patel