આ પરિવારે પોતાના ઘરની નોકરાણીને આપી એવી મોંઘી અને લક્ઝરી ગિફ્ટ કે…વીડિયો જીતી લેશે દિલ – જુઓ

ઘરની નોકરાણીને ગિફ્ટમાં મળી લક્ઝરી કાર, ક્રિસમસ પર થઇ ગઇ માલામાલ

ઘણા પરિવાર એવા હોય છે, જે પોતાના ઘરમાં કામ કરનાર નોકર અથવા નોકરાણીને પ્રેમ અને ઇજ્જતની નજરથી જુએ છે. ક્યારેક ક્યારેક તેઓ તહેવાર પર તેમને ગિફ્ટ્સ પણ આપે છે. તેઓ તેમના ઘરમાં કામ કરતા લોકોને પોતાના પરિવારના સભ્યો જેવી જ અહેમિયત આપતા હોય છે. ત્યારે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં એક પરિવાર તેના ઘરમાં કામ કરતી નોકરાણીને મોંઘી કાર ગિફ્ટ કરે છે.

તેને વિશ્વાસ નથી થઇ રહ્યો કે આ કાર તેને ગિફ્ટમાં મળી છે. આ વીડિયોને ઘરના એક સભ્યએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, તે મહિલા ગિફ્ટ મળ્યા બાદ કેટલીક ખુશ છે. આ પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે મારા બાળકોએ કહ્યુ કે, આ કોઇ પણ ગિફ્ટ કરતા વધારે સારી હતી, જે તેમને મળી શકતી હતી. આગળ આ પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, હેપ્પી છુટ્ટી દોસ્તો.

એનો મતલબ એ કે આ ગિફ્ટ ક્રિસમસનું હતુ. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે પરિવારે ઘરની નોકરાણી માટે નોર્મલ ગિફ્ટની જગ્યાએ એક એવું ગિફ્ટ પસંદ કર્યુ કે તે હેરાન રહી ગઇ. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે નોકરાણી માટે લક્ઝરી નવી કાર ખરીદી તેને ચાવી સોંપવામાં આવી રહી છે. જેવી જ તેને ખબર પડી કે આ કાર તેના માટે છે તો તે ભાવુક થઇ ગઇ અને તેને વિશ્વાસ ન થયો.

 

View this post on Instagram

 

A post shared by Stephanie Hollman (@stephhollman)

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, પરિવારે નોકરાણીને હુંડઇ સેડાન કાર ગિફ્ટ કરી છે. જાણકારી અનુસાર, આ કાર ઇન્ટરનેશનલ માર્કેટમાં 17થી21 લાખ રૂપિયા જેટલી મોંઘી વેચાય છે. આ કાર ઘણી આકર્ષક લાગે છે.

Shah Jina