ભાવનગર તળાજા હાઈવે પર ગમખ્વાર અકસ્માત ! બંધ પડેલા ડમ્પર પાછળ ધડાકાભેર ઘુસી ગઇ ખાનગી બસ, 6ના મોત-13 ઈજાગ્રસ્ત

દર્દનાક / સુરત થી રાજૂલા જતી બસ ધડાકાભેર બંધ ટ્રક પાછળ અડધા સુધી ઘૂસી ગઈ, 6થી વધુ લોકોના મોત

ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, લગભગ દરરોજ ક્યાંકથી ને ક્યાંકથી અકસ્માતની ખબરો સામે આવે છે, ત્યારે હાલમાં ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર રોડની સાઇડમાં ઊભેલ ડમ્પર ટ્રકની પાછળ એક ખાનગી બસ ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હોવાની ખબર સામે આવી છે.

આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હોવાના જ્યારે 10થી વધુ લોકોને ઈજા પહોંચવાના અહેવાલ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર એક ડમ્પરમાં ખામી સર્જાવાને કારણે ડ્રાઇવરે રોડની સાઇડમાં ડમ્પર ઊભુ કર્યું હતું, અને આ દરમિયાન સુરતથી રાજુલા જઈ રહેલી એપલ ટ્રાવેલ્સની ખાનગી બસ ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાઇ.

આ ગોઝારા અકસ્માતને પગલે 6 જેટલા લોકોના ઘટનાસ્થળે જ મોત થયા જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ગોઝારા અકસ્માતની જાણ થતાં જ આજુબાજુના લોકો અને અન્ય વાહનચાલકો એકઠા થઇ ગયા હતા અને પોલીસ તેમજ 108ને જાણ કરી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો એક બાજુના અડધા ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

Shah Jina