15 માર્ચ, 1993 ના રોજ મુંબઈમાં જન્મેલી આલિયા ભટ્ટ 27 વર્ષની થઇ ચુકી છે. જન્મદિસવના મૌકા પર આલિયાની અમુક તસ્વીરો પણ સામે આવી હતી જેમાં તે પોતના જન્મદિસવની ઉજવણી કરી રહી હતી.

આલિયાએ બાળ કલાકારના સ્વરૂપે ફિલ્મ ‘સંઘર્ષ’ દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જો કે એક અભિનેત્રીના સ્વરૂપે તે વર્ષ 2012 માં આવેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ ઈયર માં જોવા મળી હતી. મળેલી જાણકારીના આધારે આલિયાની પાસે 10 મિલિયન ડૉલર એટલે કે 74 કરોડની સંપત્તિ છે.

આલિયા ભટ્ટની પાસે મુંબઈમાં જુહુ વિસ્તારમાં એક શાનદાર બંગલો છે. જે 2300 વર્ગફુટમાં ફેલાયેલો છે અને આ ઘરની કિંમત 13.11 કરોડ રૂપિયા છે. રિપોર્ટના આધારે આલિયાએ એપાર્ટમેન્ટ માટે 65 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ આપી છે. આલિયાના એપાર્ટમેન્ટની સાથે બે પાર્કિંગ એરિયા પણ ઉપલબ્ધ કરાવેલા છે.

રિપોર્ટના અનુસાર આલિયાની આ સંપત્તિમાં ત્રીજો નિવેશ છે. તેની પેહલા તે વર્ષ 2015 માં આજ સોસાયટીમાં અનુપમ ખેર પાસેથી બે ફ્લેટ પણ ખરીદી ચુકી હતી. જેમાં એકની કિંમત 5.16 કરોડ અને બીજાની કિંમત 3.83 કરોડ છે. આલિયાના આ ઘરને ડાયરેક્ટર વિકાસ બહલની પત્ની રિચા બહલે ડિઝાઇન કર્યો છે.

આલિયા ભટ્ટ મોંઘી ગાડીઓની પણ ખુબ જ શોખીન છે. આલિયાએ માર્ચ 2015 માં પોતાના માટે એક બ્લેક ઓડી A6 કાર ખરીદી હતી જેની કિંમત 55 લાખ રૂપિયા છે. તેની ગાડીનો નંબર તેના જન્મદિસવની તારીખને મળતો આવે છે.

ગાડીનો નંબર MH-02 DW 1500 છે. તેના સિવાય આલિયા પાસે ઓડી ક્યૂ 5(55 લાખ), રેંજ રોવર(70 લાખ) અને બીએમડબ્લ્યુ(1.32 કરોડ) ગાડીઓ છે.

આલિયા મોટાભાગે Hermes અને Kelly બ્રાન્ડ્સના બૈગ્સની શોખીન છે. આ બૈગની કિંમત 5 લાખ રૂપિયાની આસપાસ છે.

આલિયા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ થી વર્ષના 3.6 કરોડની કમાણી કરે છે. આલિયાની પાસે કોકા કોલા, સ્ટેન્ડર્ડ ફૈન, ફિલિપ્સ, કોર્નેટો, ગાર્નિયેર, મેક માય ટ્રીપ અને ફ્રૂટી જેવા બ્રાન્ડની જાહેરાતો છે. આલિયાએ 6 કરોડ જેટલા રૂપિયા પર્સનલ નિવેશ માટે પણ રાખ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો જલ્દી જ આલિયા સડક-2, ગંગુબાઈ કાઠિયાવાડી, બ્રહ્માસ્ત્ર અને RRR ફિલ્મમાં દમદાર અભિનય કરતી જોવા મળશે. ફિલ્મોના સિવાય આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથેના રિલેશનને લીધે પણ ચર્ચાનો વિષય બનેલી રહે છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.