મનોરંજન

20 કરોડના ફ્લેટ અને 2 કરોડની કારનો માલિક છે સોનુ સુદ, આવી છે તેની લક્ઝુરિયસ લાઈફ

લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરો માટે બોલીવુડનો એક અભિનેતા સોનુ સુદ ભગવાન બનીને સામે આવ્યો અને હજારો લોકોને બસ, ટ્રેન અને પ્લેનના માધ્યમ દ્વારા ઘરે પહોંચાવ્યાં, સોનુએ કરેલા આ કામની નોંધ કરોડો ભારતીઓ દ્વારા લેવામાં આવી અને ચારેકોર તેની પ્રસંશા પ્રસરી ઉઠી. અભિનેતા સોનુ સુદનું જીવન પણ ખુબ જ વૈભવી છે, આજે આપણે સોનુના જીવન વિશે થોડી માહિતી મેળવીએ.

Image Source

સોનુ સુદે આ મુકામ સુધી પહોંચવા માટે ઘણી જ મહેનત કરી છે, પંજાબમાં જન્મેલા સોનુ સુદ આજે બોલીવુડમાં એક મોટું નામ ધરાવે છે, અને આ લોકડાઉનમાં તેને જે કામ કર્યું તેના બાદ તો તેના ચાહકોમાં ખુબ જ મોટો વધારો થયો છે સાથે હવે તો લોકો તેને ભગવાન માનવ લાગ્યા છે.

Image Source

સોનુ સૂદનું લકઝરી કાર કલેક્શન:
સોનુ સુદ ગાડીનો ગણો જ શોખીન છે, તેની પાસે કારનું પણ ખુબ જ મોટું કલેક્શન છે. સોનુ પાસે PORSCHE Panamera ગાડી છે જેની કિંમત 2 કરોડ 26 લાખ રૂપિયા છે. આ સિવાય સોનુ પાસે ઓડી Q7 એસયુવી પણ છે જેની કિંમત 82 લાખ 37 હજાર છે. તેની પાસે 66.7 લાખ રૂપિયાયની કિંમતની મર્સીડીઝ બેન્ઝ ઈમેલ ક્લાસ કાર પણ છે. સોનુ સુદ પાસે એક બજાજ સ્કૂટર પણ છે જે તેના માટે ખુબ જ કિંમતી છે, આ સ્કૂટર સોનુ સુદનાં પિતાનું છે જેને સોનુએ સાચવી રાખ્યું છે.

Image Source

આલીશાન ઘરનો છે મલિક:
સોનુને વૈભવી જીવન જીવવાનું પસંદ છે, અને એટલે જ સોનુ સુદ પાસે મોંઘુ ઘર છે. સોનુ પાસે મોગામાં એક ખાનદાની મકાન છે જેમાં સોનુએ 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરી અને રિનોવેટ કરાવ્યું છે. એક રીતે જોઈએ તો સોનુએ તેને નવી રીતે જ બનાવી દીધું છે. આ ઉપરાંત અંધેરીમાં તેની પાસે 2600 કવેયરફુટનો એક ફ્લેટ છે જેની કિંમત 20 કરોડ રૂપિયા છે. આજ ઘરમાં સોનુ તેના પરિવાર સાથે રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.