ઢોલ વગાડી નાચી નાચીને વહુ ઘરે લાવ્યા, 14મા દિવસે જ પરિણીતાએ એવો કાંડ કર્યો કે પરિવારજનો આઘાતમાં સરી પડ્યા

લગ્નના 15 દિવસ બાદ દુલ્હને પરિવાર માટે બનાવ્યું જમવાનું, અંદર એવું કઈ નાખ્યું કે આખો પરિવાર વહેલો સુઈ ગયો અને પછી દુલ્હને કર્યો મોટો કાંડ

લૂંટેરી દુલ્હનની ઘણી ઘટનાઓ સતત સામે આવતી રહે છે, જેમાં લગ્ન ઇચ્છુક યુવકને લગ્નની લાલચ આપીને મોટી રકમ લઈને લગ્ન પણ કરાવવામાં આવે છે, જેના બાદ લગ્નના દિવસે કે લગ્નના થોડા જ દિવસમાં આવી લૂંટેરી દુલ્હનો રોકડ રકમ અને ઘરેણાં લઈને પલાયન પણ થઇ જતી હોય છે. ત્યારે હાલ એવી જ એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે, જે લગ્નના 15 દિવસમાં જ બધું જ સફાચટ કરીને ફરાર થઇ ગઈ હતી.’

આ ઘટના સામે આવી છે રાજસ્થાનના ઝુંઝનું જિલ્લાના ખેતડી ગામમાંથી જ્યાં લૂંટેરી દુલ્હન પરિવારનું બધું જ સફાચટ કરીને ફરાર થઇ ગઈ. પરિવારના લોકો સુઈ રહ્યા હતા અને કન્યા લગ્નના 15 દિવસ બાદ ફરાર થઇ ગઈ. હવે પરિવારે પોલીસમાં કેસ દાખલ કરાવી દીધો છે જેના બાદ દુલ્હન અને લગ્ન કરાવવાનારા દલાલોની પણ શોધખોળ ચાલુ છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર 26 વર્ષિય હેમરાજ ગુર્જર દ્વારા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે કે જુલાઈ મહિનામાં ઈલાખરના સતીશ સાથે તેની મુલાકાત થઇ હતી. તેને હેમરાજના લગ્ન કરાવવાની વાત કરી હતી. પરંતુ કહેવામાં આવ્યું હતું કે લગ્ન માટેનો ખર્ચ આપવો પડશે. જેના ઉપર હેમરાજ રાજી થઇ ગયો. જેના બાદ 27 ઓગસ્ટના રોજ સતીશનો ફોન આવ્યો કે લગ્ન માટે છોકરી મળી ગઈ છે.તે ફોન કરે ત્યારે પાંચ સાત લોકોને લઈને આવી જજો લગ્ન કરાવી દઈશ.

(પ્રતીકાત્મક તસવીર)

જેના બાદ 31 ઓગસ્ટના રોજ ફોન આવ્યો કે 1 સપ્ટેમ્બરના રોજ નારનૌલ આવી જજો. જેના બાદ હમારાજ તેના પરિવાર અને ઓળખીતા લોકોને લઈને નારનૌલ પહોંચ્યો. જ્યાં એક સીમા  નામની મહિલા પણ હતી. ત્રણેય લોકો પંજાબ પહોંચ્યા અને એક હોટલમાં રોકાયા. જ્યાં એક યુવતી દીપ કૌરના ઘરવાળા મળવા માટે આવ્યા અને 2 સપ્ટેમ્બરના રોજ મંદિરમાં લગ્ન કરી કોર્ટમાં લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું.

(પ્રતીકાત્મક તસવીર)

2 સપ્ટેમ્બરના રોજ ફરીદાકોટ પંજાબના એક મંદિરમાં ફેરા પણ લેવામાં આવ્યા જેના બાદ કોર્ટમાં જઈને લગ્નનું શપથ પત્ર પણ લખવામાં આવ્યું. હેમરાજ તેની પત્ની દીપ કૌર સાથે ગામમાં આવ્યો અને એક વહુની જેમ તેનું સ્વાગત કર્યું. પરંતુ લગ્નના 15 દિવસ બાદ 16-17 સપ્ટેમ્બરના રોજ જયારે પરિવારના લોકો સુઈ રહ્યા હતા ત્યારે ઘરમાં રહેલા રોકડ રૂપિયા અને ઘરેણાં લઈને દીપ કૌર ફરાર થઇ ગઈ. જયારે હેમરાજ રાત્રે ઉઠ્યો ત્યારે પત્નીને ના જોતા ગામની અંદર શોધખોળ કરી. ત્યારબાદ દલાલ સતીશને ફોન કર્યો. ત્યારે તેમને કહ્યું કે તેમનું કામ જ લૂંટવાનું છે.

(પ્રતીકાત્મક તસવીર)

હેમરાજે નોંધાવેલી એફઆઈઆરમાં જણાવ્યું છે કે દીપ કૌરે તે રાત્રે જમવાનું બનાવ્યું હતું. જેના કારણે પરિવારના લોકો તે રાત્રે ના ફકત જલ્દી સુઈ ગયા પરંતુ ઊંઘ એટલી વધારે હતી કે તેને ભાગવાની અને સામાન સમેટવાની કોઈને જાણ પણ ના થઇ. આ  હેમેરાજ પણ લૂંટેરી દુલ્હનનો ભોગ બની ગયો.

Niraj Patel