સુરતમાં 60 વર્ષના વૃદ્ધાએ 100 ટકા ફેફસા સંક્રમિત હોવા છતાં પણ પોતાના જુસ્સાથી કોરોનાને હરાવ્યો

કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશની અંદર ફેલાયું અને કેટલાય લોકોના આ સંક્રમણના કારણે જીવ ચાલ્યા ગયા, વળી ઘણા લોકોને ફેફસામાં સંક્ર્મણ વધી જતા તેઓ ડરના માર્યા પણ પોતાનો જીવ ગુમાવી બેઠા, પરંતુ આ દરમિયાન સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમે પણ થશે કે હિંમત હોય તો કોઈપણ બીમારીને નાથી શકાય છે.

સુરતની અંદર રહેતા 60 વર્ષના લીલાબેન પટેલને કોરોના સંક્ર્મણ લાગ્યા બાદ ફેફસામાં 100 ટકા સંક્ર્મણ ફેલાઈ ગયું હતું. જેમાં તેમને 100 દિવસની સારવાર અને પોતાના જુસ્સાના કારણે કોરોનાને હરાવવામાં સફળતા મેળવી હતી. સતત સાડા ત્રણ મહિનાની સારવાર લીધા બાદ હવે તેઓ સ્વસ્થ થઇ પોતાના ઘરે પરત ફરશે.

કોરોનાની બીજી લહેરની અંદર લીલાબેન કોરોનાની ચપેટમાં આવ્યા હતા. તેમના ફેફસા પણ 100 ટકા ડેમેજ થઇ ગયા હતા અને તેમને 60 દિવસ સુધી વેન્ટિલેટર ઉપર પણ રાખવામાં આવ્યા હતા. પરંતુ તેમના મનમાં કોરોનાને નાથવાની અદમ્ય ઈચ્છા અને તેમના જુસ્સાએ તેમને કોરોના સામે જીત અપાવી છે.

લીલાબેન હવે સ્વસ્થ થયા બાદ જણાવી રહ્યા છે કે મારે પરિવાર પાસે પાછું જવું છે, તેમની યાદ આવી રહી છે. પરિવારના સાથ અને હિંમતના કારણે તેમને કોરોનાને હરાવ્યો છે. તો આ બાબતે તેમના દીકરા કેતન પટેલે કહ્યું કે, “અમે મારી માતાનો આ બીજો જન્મ થયો છે એવું જ માનીએ છીએ.”

મોટાભાગના કિસ્સાઓમાં જયારે ફેફસાની અંદર 100 ટકા સંક્ર્મણ ફેલાઈ જાય છે ત્યારે બચવું ખુબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ લીલાબેનની હિંમત, જુસ્સો, પરિવારનો સાથ અને ડોક્ટરોની અથાગ મહેનતના કારણે આજે લીલાબેન સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા છે અને જલ્દી જ પોતાના ઘરે પરત ફરશે.

Niraj Patel