અરરર હવે તો હદ થઇ ગઇ! બિચારા શાંતિથી વૃદ્ધ અને દીકરી ચાલતીને જતા હતા, પાછળથી ઢોરે ખતરનાક હુમલો કર્યો, જુઓ CCTV

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો આતંક યથાવત છે. છેલ્લા કેટલાક સમયમાં રખડતા ઢોરને કારણે ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે હાલમાં મહીસાગરમાંથી રખડતા ઢોરના આતંકનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રખડતા ઢોરે એક વૃદ્ધ દાદા અને યુવતીને અડફેટે લેતા તેમને ઇજા પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે સદનશીબે સ્થાનિક રહીશો આવી જતા ઢોરને ત્યાંથી ભગાડવામાં આવતા વૃદ્ધ અને બાળકી બંને બચી ગયા હતા.

લુણાવાડાના પરા બજાર વિસ્તારમાં આવેલા ગણપતિ મંદિર ચોક પાસેની આ ઘટના છે, જેનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, ગણપતિ મંદિર બાજુ ચાલતાં આવી રહેલા વૃદ્ધ અને તેમની સાથે ચાલી રહેલી બાળકી પર પાછળથી આવી રહેલા રખડતા ઢોરે અચાનક હુમલો કર્યો હતો અને તેમને ઇજા પહોંચાડી હતી. જો કે તરત જ આસપાસના સ્થાનિક લોકો ત્યાં દોડી આવતા ઢોરને ભગાડવામાં આવતા બંનેનો જીવ બચાવી લેવાયો હતો.

જો કે, તેમને ઇજા પહોંચતા 108 દ્વારા લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યારે એક કિસ્સો શ્વાનના આતંકનો પણ સામે આવ્યો છે. સુરતમાં એકવાર ફરી રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો. માંગરોળના કુંવરડામાં રખડતા શ્વાને એક બાળક પર હુમલો કર્યો અને તેને કારણે ઘરની બહાર રમી રહેલા 7 વર્ષીય બાળક ઇજાગ્રસ્ત થયો હતો. જો કે આસપાસમાંથી લોકો દોડી આવતા બાળક બચી ગયુ હતુ. પણ તેને થોડી ઇજા પહોંચતા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

Shah Jina