ખબર

લોકડાઉન: પત્ની સામે લુડોમાં સતત હારતા પતિએ પત્ની સાથે કાંડ કરી નાખ્યો

કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલું લોકડાઉન એક મહિનાથી પણ વધારે લાંબુ ચાલી ગયું અને હજુ પણ કેટલા દિવસ સુધી આ લોકડાઉન રહેશે તે પણ નક્કી નથી, લોકડાઉનમાં જે લોકો સતત બહાર રહેતા હતા એ લોકો હવે ઘરમાં જ રહેવા ઉપર મજબુર થયા છે, તો પતિ પત્ની વચ્ચેના ઝગડાઓનું પ્રમાણમાં પણ ઘરમાં એકસાથે રહેતા હોવાના કારણે વધી ગયું છે. એવામાં જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિ લુડોની રમતમાં પત્ની પાસે સતત હારી જતા પત્નીને માર માર્યો હતો અને કરોડરજ્જુનું હાડકું જ તોડી નાખ્યું હતું.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં રહેતા એક દંપતી લોકડાઉનમાં સમય પસાર કરવા માટે લુડોની ગેમ રમતા હતા જેમાં પતિ તેની પત્ની તરફથી સતત 4 વાર હારી ગયો હતો અને તેના કારણે જ પતિને ગુસ્સો પણ આવી ગયો હતો. પતિને ગુસ્સો આવતા જ તેને પત્નીને માર માર્યો હતો અને કરોડરજ્જુનું હાડકું ભાંગી નાખ્યું હતું. આ માહિતી 181 અભયમ દ્વારા મળી હતી.

Image Source

ગુજરાતની હેલ્પલાઇન અભયમના કાઉન્સિલના જણાવ્યા અનુસાર 24 વર્ષીય મહિલાએ ફોન કરીને આ બાતે જનાકારી આપી હતી. મહિલાનો પતિ પ્રાઇવેટ ઇલેક્ટ્રોનિક કંપનીમાં કામ કરે છે અને મહિલા નાના બાળકોને ટ્યુશન આપે છે. લોકડાઉનના કારણે સમય પસાર કરવા માટે બંને લુડો ગેમ રમતા હતા. અને આ દરમિયાન જ વારંવાર પતિથી હારી જવાના કારણે પતિનો ઈગો હર્ટ થયો હતો અને ગુસ્સો પણ આવી ગયો હતો. અને પતિએ પત્નીને માર માર્યો હતો.

Image Source

અભયમની ટિમ ત્યાં પહોંચી ગઈ હતી અને સમજાવટ બાદ પતિએ પત્નીની માફી માંગી લીધી હતી, જેના કારણે પત્નીએ ફરિયાદ કરવાની પણ ના પડી હતી. અભયમની ટિમ દ્વારા મહિલાનું પણ કાઉન્સિલિંગ કરવામાં આવ્યું અને તેના પતિને પણ સમજાવવામાં આવ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.