BREAKING : લુધિયાણા કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ બ્લાસ્ટ, 4 ઘાયલ અને આટલા વ્યક્તિના દર્દનાક મોત

પંજાબના લુધિયાણાના કોર્ટ કોમ્પ્લેક્સમાં એચાનક બ્લાસ્ટ થવાથી અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે ચાર ઘાયલ હોવાનું કહેવાય છે. બ્લાસ્ટનો અવાજ સાંભળીને લોકો ચોંકી ઉઠ્યા હતા. બ્લાસ્ટ કેવી રીતે થયો તે કોઈ સમજી શક્યું નથી. તાજેતરની માહિતી અનુસાર, મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની થોડા સમયમાં લુધિયાણા જવા રવાના થશે, તેમણે આ ઘટનાને એક ષડયંત્ર ગણાવ્યું છે. NIA-NSGની ટીમો પણ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી રહી છે. કોમ્પ્લેક્સના બીજા માળે બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ શેનો હતો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ બ્લાસ્ટ લુધિયાણા કોર્ટની કોપી બ્રાન્ચમાં થયો હતો. હાલમાં કોર્ટમાં વકીલોની હડતાલ ચાલી રહી હતી, જેથી કોર્ટમાં વધારે ભીડ નહોતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. લુધિયાણામાં થયેલા બ્લાસ્ટ બાદ પોલીસે સમગ્ર પંજાબમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. ધાર્મિક સ્થળોને લઈને સુરક્ષા માટે પહેલેથી જ હાઈ એલર્ટ છે. હવે જાહેર સ્થળો પર પણ સુરક્ષા વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. બ્લાસ્ટ કોમ્પ્લેક્સના બીજા માળે થયો હતો.

લુધિયાણામાં થયેલા બ્લાસ્ટ બાદ પોલીસે સમગ્ર પંજાબમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. લુધિયાણા કોર્ટમાં બ્લાસ્ટ બાદ NIA અને NSGને તપાસ માટે ત્યાં મોકલવામાં આવી રહી છે. NIAની બે ટીમ લુધિયાણા જઈ રહી છે. સાથે જ NSGની એક ટીમ લુધિયાણા જશે. નેશનલ બોમ્બ ડેટા સેન્ટરની ટીમ પણ લુધિયાણા મોકલવામાં આવી રહી છે. પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, આ બ્લાસ્ટ ચૂંટણીમાં મુદ્દો બની શકે છે અને તે પહેલા તણાવનું કારણ પણ બની શકે છે. આ બ્લાસ્ટ પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા વાતાવરણ બગાડવાનો પ્રયાસ પણ હોઈ શકે છે.

બ્લાસ્ટ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કોર્ટ પરિસરને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યું છે. પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી છે. ચૂંટણી દરમિયાન, 31 જાન્યુઆરી 2017 ના રોજ, ભટિંડાની મૌર મંડી વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવારની જાહેર સભામાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેનું રહસ્ય હજુ ઉકેલાયું નથી. આ બ્લાસ્ટમાં પાંચ નિર્દોષ લોકો સહિત સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. બોમ્બમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કુકરમાંથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આમાં મારુતિ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Shah Jina