ખબર

ભારતની પોલીસ ફરી શર્મસાર: વિધવા મહિલા સાથે દુષ્કર્મ કરતા ASIને લોકોએ પકડ્યો, ઇન્ટરનેટ પર વીડિયો વાયરલ

પંજાબના બઠિંડા જિલ્લામાં સીઆઇએ સ્ટાફના એએસઆઇને ગામના લોકોએ એક વિધવા મહિલા સાથે દુષ્કર્મ કરતા રંગે હાથ પકડી લીધો છે. આરોપી ગુરિંદર સિંહ લોકોને જોઇ મોં છુપાવવા લાગ્યા અને રડવા લાગ્યા. ત્યાં જ બીજી બાજુ લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવી ઇન્ટરનેટ પર વાયરલ કરી દીધો.

લોકોએ એએસઆઇને પકડ્યા બાદ પીડિતાએ જણાવ્યુ કે, બે દિવસ પહેલા એએસઆઇએ તેને આદેશ આપી હોસ્પિટલ પાસે બોલાવી અને દુષ્કર્મ કર્યુ હતુ. તે બાદ તે ઘર આવવા માટેની જીદ કરવા લાાગ્યા. આ વાતથી મહિલા ઘણી પરેશાન રહેવા લાગી અને તેની આપવીતી તેના પરિવારના સભ્યો અને સંબંધીઓને જણાવી અને ગામના લોકોને પણ જણાવી.

મંગળવાર રાત્રે જયારે ASI મહિલાના ઘરે પહોંચ્યો તો તેને પકડી લેવામાં આવ્યો અને પોલિસના હવાલે કરવામાં આવ્યો. એએસઆઇએ મંગળવારે રાત્રે મહિલાને ફોન કરી તેના ઘર જવાની વાત કરી, જે બાદ મંગળવારે રાત્રે લગભગ 10 વાગ્યે એએસઆઇ મહિલાના ઘરે પહોંચ્યો, જયાં તે તેની સાથે દુષ્કર્મ કરવા લાગ્યો. પહોલાથી ટ્રેપ લગાવીને હાજર મહિલાના પરિવારના સભ્યો અને ગામના લોકોએ એએસઆઇને અવસર જોઇ પકડી લીધો. ગામના લોકો સાથે પીડિત મહિલાએ તેની સૂચના પોલિસને આપી હતી.

આ મામલે એએસપીનું કહેવુ છે કે, આરોપી પર મામલો દાખલ કરવામાં આવ્યો છે અને તેને નોકરીથી બર્ખાસ્ત કરવાની સિફારિશ પણ કરવામાં વિભાગને મોકલી દેવામાંં આવી છે.