જ્યોતિષ શાસ્ત્ર

શરીરે આવા લક્ષણો ધરાવતી સ્ત્રી, પતિ માટે બની જાય છે સાક્ષાત લક્ષ્મી

આપણા શાસ્ત્રોમાં વ્યક્તિના જીવનમાં, ખાસ કરીને પુરુષના જીવનમાં મા લક્ષ્મીના એક એવા રૂપનું મહત્વ જણાવવામાં આવ્યું છે જે જેના જીવનમાં હોવાથી પુરુસજ ક્યારેય પણ ન ખતમ થવાવાળી ધન-દોલતનો આનંદ મેળવે છે. લક્ષ્મી માતાનું આ વિશેષ રૂપ છે – સ્ત્રી… માતા, બહેન, દીકરી, પત્ની અને અન્ય બીજા સંબંધોના રૂપમાં સ્ત્રી પોતાની સર્જન અને પાલન શક્તિઓના આધારે પુરુષ જ નહિ, પરિવાર અને વિશ્વ માટે સુખનું કારણ બને છે.

હિન્દૂ સમાજમાં સ્ત્રીને ઘરની લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે. કોઈ પણ ઘરમાં જો દીકરી જન્મે તો એ જ કહેવામાં આવે છે કે ઘરમાં લક્ષ્મી આવી છે. એ જ પ્રકારે જયારે કોઈ સ્ત્રી લગ્ન કરીને સાસરે આવે છે, ત્યારે તેને પણ ઘરની લક્ષ્મીનો દરજ્જો જ આપવામાં આવે છે. એમ તો દરેક દીકરી પોતાના માતાપિતા માટે ભાગ્યશાળી જ હોય છે પરંતુ સમુદ્ર શાસ્ત્રમાં સૌભાગ્યશાળી સ્ત્રીઓની કેટલીક વિશેષતા જણાવવામાં આવી છે.

Image Source

કેવી સ્ત્રીનો સાથ પુરુષ જ નહિ પણ આખા પરિવારને સમૃદ્ધ બનાવે છે એ વિશે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે શરીરે કેવા લક્ષણો ધરાવતી સ્ત્રી પતિ માટે સાક્ષાત લક્ષ્મી બની જાય છે.

હરણ જેવી આંખો – હરણ જેવી આંખો હોવું પણ કોઈ સ્ત્રી માટે સૌભાગ્ય લાવે છે. આવી સ્ત્રીઓના જીવનમાં પ્રેમ અને સુખ બની રહે છે. આવી સ્ત્રીઓ લગ્ન પછી ખૂબ જ સુખી રહે છે. આ સિવાય જે સ્ત્રીઓની આંખોના સફેદ ભાગમાં ચેડા પર લાલ રંગ દેખાય છે એ પણ પોતાના પરિવાર માટે ભાગ્યશાળી હોય છે.

ગુલાબી પગ – એવી સ્ત્રીઓ કે જેમાં પગ ખૂબ જ નરમ, ગુલાબી રંગના અને સંપૂર્ણ વિકસિત હોય છે, તેઓ પોતાના પતિને કે પ્રેમીને ખૂબ જ ખુશ રાખે છે. શારીરિક સંબંધોમાં તેમની રુચિ એ પ્રકારની હોય છે કે તેમના સાથી તેમનાથી હંમેશા નજીક જ રહે છે.

પગના તળિયા – શાસ્ત્ર અનુસાર, જે સ્ત્રીઓના પગના તળિયાની નીચે ત્રિકોણનું નિશાન હોય છે એ બુદ્ધિમાન અને સુઝબુઝવળી સ્ત્રી હોય છે. એ પોતાની સમજ અને જ્ઞાનથી પોતાના આખા પરિવારની દરેક સંભવ મદદ કરે છે અને પરિવારમાં ખુશીઓ રાખે છે.

Image Source

તળિયા પર શંખ – સ્ત્રીઓના પગના તળિયા પર શંખ, કમલ કે ચક્ર બનેલું હોય છે તો આ સ્ત્રી ખૂબ જ નસીબદાર હોય છે. એ પોતે અથવા તેનો પતિ કોઈ મોટા પદ પર વિરાજમાન હોય છે. આવી સ્ત્રીઓ પરિવારને ખુશ રાખે છે.

પગની આંગળીઓ – જે સ્ત્રીના પગની આંગળીઓની લંબાઈ એક સરખી જ હોય છે એ મહિલા પોતાનું આખું જીવન ફક્ત ખુશીઓ જ મેળવે છે અને પોતાના પરિવારને પણ ખુશ જ રાખે છે.

પગનો અંગૂઠો – જે સ્ત્રીઓના પગનો અંગૂઠો વધુ લાંબો હોય છે તેને પોતાના જીવનમાં વારે વારે પરેશાનીઓનો સામનો કરવો પડે છે, જયારે જે સ્ત્રીઓના પગનો અંગૂઠો પહોળો, ગોળ અને લાલાશ પડતો હોય છે એ સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી હોય છે.

આંગળીઓનું જોડાવું – જે સ્ત્રીઓના પગની આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી રહે છે, એવી સ્ત્રીઓ પૈસાદાર અને નરમ સ્વભાવનની હોય છે.

તળિયાનો આકાર – જે સ્ત્રીઓના તળિયા સર્પાકાર હોય છે તેમનું નસીબ હંમેશા તેમની સાથે હોય છે. તમને જીવનમાં ખૂબ જ ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી સ્ત્રીઓ પર ભગવાનની કૃપા હંમેશા રહે છે.

Image Source

નાક પાસે તલ – જે સ્ત્રીના નાક પાસે તલ કે મસ્સો હોવું એ જાતે જ દર્શાવે છે કે નસીબ આ સ્ત્રી પર કેટલું મહેરબાન છે.

શરીર પર તલ – જે સ્ત્રીના શરીરના ડાબા ભાગ પર વધુ તલ જે મસ્સા હોય છે એ સ્ત્રીઓ પોતાના પરિવાર માટે નસીબદાર સાબિત થાય છે.

માથા પર તલ – જે સ્ત્રીના માથાની વચ્ચોવચ તલ હોય છે એના લગ્ન કોઈ ખૂબ જ ધનિક અને સંપન્ન વ્યક્તિ સાથે થાય છે.

ડાબા ગાલ પર તલ – જે સ્ત્રીના ડાબા ગાલ પર તલ હોય છે એ સ્ત્રી ખાવાની ખૂબ જ શોખીન હોય છે અને દરેક પ્રકારના વ્યંજનનો આનંદ ઉઠાવે છે. એને સારું ભોજન બનાવતા પણ આવડતું હોય છે જેને કારણે તેનો પરિવાર તેનાથી ખુશ રહે છે.

નાભિ – જે સ્ત્રીઓની નાભિની આસપાસ કે નીચે તલ કે મસ્સો હોય છે એ પોતાના પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેમનું જીવન સુખથી સંપન્ન હોય છે.

ઊંડી નાભિ – એવી સ્ત્રીઓ કે જેની નાભિ ઊંડી હોય છે, પરંતુ અંદરની તરફથી ઉપર નથી હોતી તો, એ પોતના જીવનમાં ફક્ત અને ફક્ત ખુશીઓ જ મેળવે છે.

Image Source

કોમળ જીભ – લાલ અને કોમળ જીભવાળી સ્ત્રીઓ જીવનમાં ખૂબ જ સુખ ભોગવે છે અને પોતાના પરિવારને પણ ફક્ત સુખ જ આપે છે.

ગોળ એડી – જે સ્ત્રીના પગની એડી ગોળાકાર અને નરમ હોય છે એ આજીવન સુખ-સુવિધાઓ ભોગવે છે અને તેમનો પરિવાર પણ પ્રસન્ન રહે છે.

દાંત – લાંબા દાંતવાળી સ્ત્રીઓને ક્યારેય પણ ધન સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો.

ચમકતા નખ – ગુલાબી રંગના ચમકતા નખવાળી સ્ત્રીઓ સારા સ્વાસ્થ્ય અને સારા ચારિત્રવાળી હોય છે.

તો મનુષ્યના જીવનમા સ્ત્રીઓનો ખૂબ જ ફાળો હોય છે. લોકો વિચારે છે કે તેમની પત્ની તેમનું નસીબ લઈને આવશે અને પછી તેમનું ભાગ્ય બદલાઈ જશે. જો તમે પણ આવું ઈચ્છો છો કે તમારી આવનારી પત્ની તમારા નસીબની ચાવી લઈને આવે તો લગ્ન માટે છોકરી પસંદ કરતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો. બની શકે કે તમારી પત્ની પણ તમારા માટે ભાગ્યશાળી સાબિત થાય.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks