અદ્દભુત-અજબગજબ જ્યોતિષ શાસ્ત્ર

જન્મથી જ હોય આ 19 પ્રકારની નિશાની, તો તે સ્ત્રી હોય છે ભાગ્યશાળી

આ રીતે ઓળખો ભાગ્યશાળી સ્ત્રીને, જીવનમાં ભાગ્યના દ્વાર ખુલી જશે

હિન્દૂ સમાજમાં સ્ત્રીને ઘરની લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે. કોઈ ઘરમાં બાળકી જન્મ લે છે તો કહેવામાં આવે છે કે, ઘરે લક્ષ્મી આવી છે. તે પ્રકાર લગ્ન બાદ જયારે ઘરમાં વહુનો પ્રવેશ કરે છે ત્યારે પણ તેને ઘરની લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવે છે. આમ તો દરેક દીકરી તેના માતા-પિતા માટે નસીબવાળી હોય છે. પરંતુ સમુદ્ર શાસ્ત્રમાં સૌભાગ્યશાળી મહિલાઓની કંઈક અલગ જ વિશેષતા બતાવી છે. આજે અમે તમને જણાવીશું કે કંઈ મહિલાઓ તેના માતા-પિતા,પ્રેમી, પતિ અને પરિવાર માટે નસીબવાળી હોય છે.

1.ગુલાબી પગ
જે મહિલાઓના પગ બહુ જ સોફ્ટ, રંગમાં ગુલાબી અને પુરી રીતે વિકસિત હોય છે. તે તેના પતિ અને પ્રેમીને બેહદ ખુશ રાખે છે. શારીરિક સંબંધોમાં તેની રુચિ કંઈક આ કદર હોય છે કે તેનો સાથી હંમેશા નજીક હોય છે.

Image source

2.કોમળ જીભ
લાલ અને કોમળ જીભવાળી સ્ત્રીઓ જીવનમાં સુખ ભોગવે છે અને હંમેશા તેના પરિવારને સુખ આપે છે.

3.પગની આંગળીઓ
જે મહિલાઓની પગની આંગળીઓની લંબાઈ એકસરખી હોય છે તે મહિલા તેની આખી જિંદગીમાં ફક્ત ખુશીઓ હાંસિલ થાય છે. આ મહિલાઓ હંમેશા તેના પરિવારને ખુશ રાખે છે.

4.દુર્ભાગ્યશાળી

જે મહિલાઓની પગની મધ્ય આંગળી વધુ લાંબી હોય છે તે બહુ જ દુર્ભાગ્યશાળી હોય છે. આ પ્રકારની મહિલા સાથે લગ્ન કરતા પહેલા વિચારવું જોઈએ.

5.પગના તળિયા
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, જે મહિલાઓના પગના તળિયા ત્રિકોણનું નિશાન હોય છે. તે મહિલા બુદ્ધિમાન અને સુઝબુઝ વાળી હોય છે. આ મહિલાઓ તેની સમજ  અને જ્ઞાનથી પુરા પરિવારની સહાયતા કરે છે. આ કારણે પરિવારમાં ખુશહાલી આવે છે.

6.ઈશ્વરની કૃપા

જે મહિલાઓના પગના તળિયા સર્પાકાર હોય છે તેનું નસીબ હંમેશા તેની સાથે હોય છે. તેને જીવનમાં બહુ જ ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પ્રકારની મહિલાઓ પર ઈશ્વરની કૃપા હંમેશા રહે છે.

7.પગના તળિયા

મહિલાઓને પગના તળિયામાં શંખ, કમલ અને ચક્ર બનતું હોય તો તે મહિલા ઘણી નસીબવાળી હોય છે. આ પ્રકારની મહિલા અથવા તેના પતિ મોટા હોદા પર હોય છે.

8.નાભિ

જે મહિલાઓની નાભિની આસપાસ અથવા નીચેના હિસ્સામાં તલ અથવા મસો હોય છે તો તે તેના પરિવાર માટે બહુ ભાગ્યશાળી હોય છે. આ મહિલાઓનું જીવન સુખથી પસાર થાય છે.

Image source

9.પગનો અંગુઠો
જે મહિલાઓનો પગણો અંગુઠો લાંબો હોય છે તો તેને જીવનમાં વારંવાર પરેશાની ઉઠાવવી પડે છે. પરંતુ જે મહિલાઓનો પગનો અંગુઠો ગોળ હોય છે તે બેહદ્દ ભાગ્યશાળી હોય છે.

10.ઊંડી નાભિ

જે મહિલાઓની નાભિ ઊંડી હોય છે તે મહિલાઓ જીવનમાં ફક્ત ને ફક્ત સુખ જ ભોગવે છે.

11.મોટી-મોટી આંખ
હરણ જેવી મોટી-મોટી આંખવળી સ્ત્રીના જીવનમાં હંમેશા પ્રેમ અને સુખ જ રહે છે. આ સિવાય જે મહિલાઓની આંખના સફેદ ભાગના અંતમાં લાલ રંગ જોવા મળે છે તે પરિવાર માટે બહુ લકી હોય છે.

12.શરીર પર તલ
જે મહિલાઓના શરીરના ડાબા ભાગમાં તલ અથવા મસ્સો હોય છે . સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, તે મહિલાઓ તેના પરિવાર માટે ઘણી નસીબવાળી હોય છે.

13.માથા પર તલ
જે મહિલાઓના માથાની વચોવચ તલ હોય છે તેના લગ્ન ધનિક વ્યક્તિ સાથે થાય છે.

14.ધૂળ ઉડવી

મહિલાઓ જયારે ચાલે છે ત્યારે તેના પગમાંથી ધૂળ ઉડે છે ત્યારે મહિલાઓ તેના પરિવાર માટે શરમનું કારણ બને છે.

15.ગોળ એડી
જે મહિલાના પગની એડી ગોળ અને કોમળ હોય છે તેને આજીવન સુખ-સુવિધાઓનો આનંદ ઉઠાવે છે અને પરિવાર પણ પ્રસન્ન રહે છે.

Image Source

16.દાંત

લાંબા દાંતવાળી મહિલાઓને ક્યારે પણ ધનથી જોડાયેલી સમસ્યાનો સામનો નથી કરવો પડતો.

17.જોડાયેલી આંગળીઓ

જે મહિલાઓના પગની આંગળીઓ એકબીજાથી જોડાયેલી હોય છે તે મહિલાઓ ધની અને કોમળ સ્વભાવની હોય છે.

18.જમણા ગાલ પર તલ

જે મહિલાઓના જમણા ગાલ પર તલ હોય છે તે મહિલાઓ ખાવાની ઘણી શોખીન હોય છે. દરરોજ તે અલગ-અલગ ભોજનનો આનંદ ઉઠાવે છે. તે બહુ સારી કુક પણ હોય છે. જેના કારણે તે પરિવારને ખુશ રાખે છે.

19.ચમકતા નખ
ગુલાબી રંગના ચમકતા નખ વાળી યુવતીઓ સ્વસ્થ અને સારા ચરિત્રવાળી હોય છે.

જો તમે પણ લગ્નના બંધનમાં બંધાઈ જવાના હોય અને યુવતી પસંદ કરવા જતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખો.