આ ઘરના કારણે આખી કોલોનીના લોકોને છે ખતરો, “થપ્પડબાજ ગર્લ”નો નવો વીડિયો થયો વાયરલ

કૂદી કૂદીને માસુમ માણસને 22 થપ્પડ મારનારીનો નવો વિડીયો વાયરલ, તમે પણ કહેશો મગજ છે કે નહિ?

સોશિયલ મીડિયાની અંદર લખનઉમાં કેબ ડ્રાઈવરને લાફા ઉપર લાફા ઝીંકી દેનારી થપ્પડબાજ ગર્લ પ્રિયદર્શની યાદવ હાલ ખુબ જ ચર્ચામાં ચાલી રહી છે. તે મીડિયાને પણ ઘણા ઇન્ટરવ્યૂ આપી રહી છે અને તેમાં એવા એવા નિવેદનો આપી રહી છે તે જાણીને કોઈને પણ હેરાની થઇ જાય. હાલ પ્રિયદર્શનીનો એક નવો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં આ થપ્પડ ગર્લની એક નવી હરકત હવે જોવા મળી રહી છે. જેમાં તે સોસાયટીના લોકો સાથે ઝઘડો કરતી જોવા મળી રહી છે. કેટલાક લોકો એવો પણ દાવો કરી રહ્યા છે કે આ યુવતી અવાર નવાર તેના પાડોશીઓ સાથે ઝઘડો કરતી રહે છે.

પ્રિયદર્શની યાદવનો તેના પાડોશીઓ સાથે ઝઘડો કરતો વીડિયો જૂનો છે. જેમાં તે પોતાના પાડોશીઓ સાથે ઝઘડતી જોવા મળી રહી છે. વીડિયોની અંદર જોઈ શકાય છે કે તે  તેના પાડોશીના ગેટના રંગ ઉપર સવાલ ઉઠાવી રહી છે. અને તેને બદલાવ માટે જણાવી રહી છે. આ વીડિયોની અંદર પોલીસકર્મીનો આવાજ પણ સંભળાઈ રહ્યો છે. જે પ્રિયદર્શનીને સમજાવી રહ્યા છે.

પોલીસકર્મીને પ્રિયદર્શની કહી રહી છે કે, “તેમને જે કાળો કલર કરાવ્યો છે, તેને એન્ટી બ્લેક પેઇન્ટ કરાવે. કારણ કે અહીંયા ઇન્ટરનેશનલ ડ્રોન ઉડે છે. જેનાથી આખી કોલોનીને ખતરો છે.” પ્રિયદર્શનીના આટલું કહેવા ઉપર જ ત્યાં ઉભેલા બધા જ લોકો હસવા લાગે છે.

પ્રિયદર્શની યાદવ જણાવી રહી છે કે પાડોશીઓ તેને ગાળો બોલી રહ્યા હતા. સાથે જ બાકી લોકોને બોલાવી લીધા હતા અને તેને દંડાથી મારવાની ધમકી પણ આપી હતી. પોલીસકર્મીને પણ પ્રિયદર્શની પૂછે છે કે શું તે ઘરને કાળો રંગ કરાવી શકે છે ?  તેના ઉપર પોલીસકર્મી કહે છે કે ના. કાળો કલર ના કરાવી શકે.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

કેબ ડ્રાઈવરને કૂદી કૂદીને લાફા મારવાના વીડિયો બાદ તેના ઇન્ટરવ્યુના પણ ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેના બાદ તેનો આ નવો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel