શિલ્પા શેટ્ટીની કંપનીના નામે 1.36 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું અને પછી…લખનઉની બિઝનેસમેન જ્યોત્સનાએ કર્યો મોટો ધડાકો

બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના માથે એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે. તેનો પતિ રાજ કુન્દ્રા ગંદી ફિલ્મો બનાવવાના આરોપસર જેલમાં બંધ છે ત્યારે હવે શિલ્પા ઉપર પણ છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. હવે આ મામલામાં લખનઉ પોલીસે પણ શિલ્પા શેટ્ટી સાથે પુછપરછ કરવાની તૈયારી કરી દીધી છે. આ ઉપરાંત પોલીસ શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી સાથે પણ પુછપરછ કરી શકે છે.

લખનઉની જ્યોત્સના ચૌહાણે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા ઉપર છેતરપીંડીનો આરોપ નોંધાવતા એફઆઈઆર દાખલ કરાવી છે. છેતરપિંડીની શિકાર બનેલી જ્યોત્સનાએ આ બાબતે દિવ્ય ભાસ્કર મીડિયા સાથે વાત કરી હતી. જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા તેને કર્યા છે. જ્યોત્સનાનો દાવો છે કે અભિનેત્રી અને તેની માતાની કંપની વેલનેસ સેન્ટરના નામ ઉપર એક કરોડથી પણ વધારેની છેતરપિંડી તેની સાથે કરી છે.

જ્યોત્સનાએ કહ્યું હતું કે શિલ્પાની કંપનીમાં 1.36 કરોડ રૂપિયાનું રોકાણ કરાવીને લખનઉમાં વેલનેસ સેન્ટર શરૂ કરાવ્યું હતું. ત્યારબાદ શિલ્પાના નિકટના સાથીઓએ સેન્ટર પર કબજો જમાવી લીધો હતો. જ્યોત્સનાએ કહ્યું હતું કે રોકાણ કરતા પહેલાં શિલ્પા શેટ્ટીનો વીડિયો બતાવીને કહેવામાં આવ્યું હતું કે દર મહિને 5 લાખની કમાણી થશે.

જ્યોત્સનાએ એમ પણ જણાવ્યું કે જાન્યુઆરી, 2019માં તેની મુલાકાત શિલ્પા શેટ્ટીની નિકટ તથા અયોસિસ કંપનીના ડિરેક્ટર કિરણ બાબા સાથે થઈ હતી. કિરણની સાથે વિનય ભસીન, અનામિકા ચતુર્વેદી, ર્ઇશરફીલ ધરમજવાલા, આશા તથા પૂનમ ઝા પણ સામેલ હતા. આ તમામે કહ્યું હતું કે કંપનીની ફ્રેંચાઇઝી લઈને સેન્ટર શરૂ કરવામાં કુલ 85 લાખનું રોકાણ કરવાનું રહેશે. સેન્ટરના ઉદઘાટનમાં શિલ્પા શેટ્ટી આવશે.

આ તમામની વાતો ઉપર વિશ્વાસ કરીને જ્યોત્સનાએ એપ્રિલ, 2019માં લખનઉના વિભૂતિખંડ સ્થિત રોહતાસ પ્રેસિડેન્શિયલ આર્કેડમાં 1300 સ્કેવર ફૂટની દુકાન ભાડે લીધી હતી, જેમાં વેલનેસ સેન્ટર તેને શરૂ કર્યું હતું. જ્યારે જ્યોત્સનાએ કિરણ બાબ તથા તેના સાથીઓને શિલ્પાની કંપની સાથે એગ્રીમેન્ટ કરવાની વાત કહી તો તેઓ વાત ટાળવા લાગ્યા હતા.

જ્યોત્સનાએ કહ્યું હતું કે આરોપીઓએ ઉદઘાટન માટે શિલ્પાને બોલાવવાના નામે 11 લાખની ડિમાન્ડ કરી હતી. તેને આગળ જણાવ્યું કે સેન્ટર શરૂ કર્યા બાદ આરોપીઓએ ટોવેલથી લઈ વોલપેપર તેમની મરજી પ્રમાણે લગાવ્યા હતા. કોસ્મેટિકથી લઈ દરેક સામાન મુંબઈથી આવતો હતો. જે પ્રોડક્ટ માર્કેટમાં 5 હજારની મળતી, તેનું 15 હજારનું બિલ મોકલવામાં આવતું હતું. થોડાં દિવસ બાદ કંપનીએ પોતાના કર્મચારી મોકલીને સેન્ટર પર કબજો મેળવી લીધો હતો.

ત્યારે સેન્ટર પર કિરણ બાબાનો કબજો થતાં જ્યોત્સનાને લાગ્યું કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. અત્યાર સુધી તેણે 1.36 કરોડનું રોકાણ કર્યું હતું. જેના બાદ તેને વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ વાતની જાણ થતાં જ શિલ્પાએ એક નિવેદનમાં કહ્યું કે તેણે અયોસિસ કંપનીના પોતાના શૅર કિરણ બાબને વેચી દીધા છે અને હવે તેને કંપની સાથે કોઈ લેવાદેવા નથી.

Niraj Patel