ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો…જાહેર રસ્તા પર સ્કૂટી પર રોમાન્સ કરી રહ્યુ હતુ કપલ, વીડિયો વાયરલ થતા જ પોલીસે લીધા આડે હાથ

ફક્ત છોકરાને જ કેમ ઝડપી પાડ્યો? રોડ પર બેશરમો જાહેરમાં બીભત્સ હરકતો કરતા હતા, વીડિયો જોઈને એના માં-બાપ શરમાઈ જશે

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો અવાર નવાર વાયરલ થતા હોય છે. જેમાંના કેટલાક ચોંકાવનારા કેટલાક ફની તો કેટલાક પ્રેમી જોડાના હોય છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક કપલ જાહેર રસ્તામાં ચાલતી સ્કૂટી પર રોમાન્સ કરી રહ્યુ હતુ. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાંથી ખુલ્લેઆમ રોમાન્સનો આ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક છોકરો સ્કૂટી ચલાવતો જોવા મળે છે અને એક છોકરી તેને ચોટીને ચાલુ સ્કૂટીએ રોમાન્સ કરી રહી છે.

આ છોકરાએ હેલ્મેટ પણ પહેર્યુ નથી અને હેલ્મેટ વગર તેના પર યાતાયાત નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. ટ્રાફિક પોલિસ પર આ પ્રેમી જોડાને ન પકડવા પર સવાલ ઉઠ્યો હતો. જો કે, આ મામલે પોલિસે કાર્યવાહી કરી છે અને સ્કૂટી ચાલક યુવકની ધરપકડ કરી છે. હજરતગંજ પોલિસે અશ્લીલતા ફેલાવવા સહિત અન્ય ધારાઓમાં કેસ દાખલ કર્યો છે. ત્યાં છોકરી સગીર વયની હોવાનું જણાવવામાં આવ્યુ છે.

વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે છોકરો સ્કૂટી ચલાવી રહ્યો છે અને છોકરી તેના ખોળામાં બેસી તેને બાહોમાં ભરી ગળે લગાવતા કિસ કરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલિસ પણ એક્ટિવ થઇ ગઇ અને લખનઉની હજરતગંજ પોલિસે શોધ પણ શરૂ કરી દીધી. લખનઉ સેન્ટ્રલ ઝોન ડીસીપીએ જણાવ્યુ કે, આ વીડિયો લખનઉના હજરતગંજ વિસ્તારનો છે. આ મામલે 2 ટીમો લગાવવામાં આવી અને CCTV ફુટેજ પણ ચેક કરવામાં આવ્યા.

બુધવારે સવાર સુધીમાં આરોપી છોકરાની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. તે ચિનહટનો રહેવાસી છે અને તેની સ્કૂટીને સિઝ કરી દેવામાં આવી છે. જો કે, સગીર છોકરી વિશે હજી કોઇ જાણકારી શેર કરવામાં નથી આવી. વાયરલ વીડિયો પર લોકોનું કહેવુ છે કે આ બેશરમી ભરેલા અંદાજમાં રસ્તા પર આવી હરકત કરવી એ કપલ માટે તો ખતરનાક છે જ અને સાથે જ ટ્રાફિક રૂલ્સનું પણ ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.

Shah Jina