ખબર

કૂદી કૂદીને ફડાકા મારનારી આ યુવતીએ કહ્યું કે “મને 100 લોકો મારવા આવ્યા હતા, 2 વર્ષથી લોકો મને મારી રહ્યા છે !” જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં લખનઉની ઘટના ખુબ જ ચર્ચામાં ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ઘણા બધા લોકો કેબ ડ્રાઈવરના સ્પોર્ટમાં આવી ગયા છે, ત્યારે આ બધા વચ્ચે કેબ ડ્રાઈવરને થપ્પડ મારનાર યુવતીના નિવેદનો પણ સામે આવી રહ્યા છે, જેમાં તે એવી એવી વાતો જણાવી રહી છે કે તે સાંભળીને કોઈપણ હેરાન રહી જાય.

ઝી ન્યુઝને આપેલા એક ઇન્ટરવ્યૂની અંદર આ યુવતી જણાવી રહી છે કે તેને છેલ્લા બે વર્ષથી લોકો મારી રહ્યા છે. આ ઉપરાંત આ ઘટના બાદ જ તેને મારવા માટે 100 જેટલા લોકો પણ આવ્યા હોવાની વાત આ થપ્પડ ગર્લ જણાવી રહી છે. આ ઉપરાંત તે વીડિયોની અંદર પોતાના શરીર ઉપર વાગવાના નિશાન પણ બતાવી રહી છે.

આ ઉપરાંત યુવતીએ એવો આરોપ પણ લગાવ્યો છે કે કેબ ડ્રાઈવરના સાથી તેને 300 મીટર સુધી મારતા મારતા લઇ ગયા હતા. તેને પોતાના શરીર ઉપર અને હાથ ઉપર વાગવાના નિશાન પણ બતાવ્યા. આ ઉપરાંત યુવતી પોતે ઘણી બધી બીમારીઓમાં સપડાયેલી હોવાની વાત પણ જણાવી રહી હતી, તેમજ તે રોજ વૉક કરવા માટે જતી હોવાનું પણ ઇન્ટરવ્યૂમાં કહી રહી હતી.

આ ઉપરાંત આજતકના રિપોર્ટ પ્રમાણે યુવતીએ પોલીસ ઉપર આરોપ લગાવતા કહ્યું હતું કે, “સીસીટીવીમાં ટ્રાફિક લાઈટ નથી દેખાઈ રહી. પબ્લિક પસાર થઇ રહી છે. પરંતુ પોલીસ તેમને નથી રોકી રહી. એક સમય આવે છે જયારે લાગે છે કે ગાડીઓ મને હિટ કરીને નીકળી જશે. ત્યારે પણ પોલીસ ઉભા રહીને જોયા કરે છે. જયારે હું તેને રોકુ છું વાયલોશન ઓફ લોમાં, સેલ્ફ ડિફેન્સમાં તો પોલીસ ઉભી રહીને જુએ છે. જયારે લોકો મને 300 મીટર મારતા લઇ જાય છે ત્યારે પણ પોલીસ ઉભી રહીને જુએ છે. આ શું છે ?”