ખબર

કેબ ડ્રાઇવરે કહ્યુ- છોકરીની ધરપકડ કરવામાં નહિ આવે તો હું આત્મહત્યા કરી લઇશ- જાણો વિગત

ગાડીમાંથી યુવતીએ 600 રૂપિયા લૂંટી લીધા, લોકઅપમાં પોલીસે 10,000 લઇ લીધા – આગળનું જાણીને તમારો મગજ છટકી જશો

લખનઉમાં છેલ્લે 30 જુલાઇની રાત્રે થયેલ કેબ ડ્રાઇવરની પિટાઇ મામલે હવે નવો મોડ આવી ગયો છે. કેબ ડ્રાઇવર સાદત અલીએ આજતક મીડિયા સાથે વાતચીત કરતા સમયે કહ્યુ કે, જો તે છોકરીની ધરપકડ કરવામાં નહિ આવે તો હું આત્મહત્યા કરી લઇશ. સાદતે કહ્યુ કે, મારી કોઇ ભૂલ ન હતી તો પણ પોલિસે મને 24 કલાક લોકઅપમાં બંધ કરી દીધો.

પરંતુ હવે છોકરી પર FIR થઇ ચૂકી છે તો પોલિસે હજી સુધી તેની ધરપકડ કેમ નથી કરી. કેબ ડ્રાઇવરે કહ્યુ કે, આ ઘટનાને હું અને મારો પરિવાર કયારેય નહિ ભૂલી શકીએ. સાદતે વાત કરતા આગળ કહ્યુ કે, મને ન્યાય જોઇએ. સાદતે કહ્યુ કે, તે છોકરીની ધરપકડ કરવામાં આવે અને તેના વિરૂદ્ધ સખ્તથી સખ્ત કાર્યવાહી કરવામાં આવે.

સાદતે કહ્યુ કે, 30 જુલાઇની રાત્રે મારી કોઇ ભૂલ ન હતી. છોકરી મારી ગાડીની આગળ આવી ગઇ અને મારા પર ટક્કર મારવાનો જૂઠ્ઠો આરોપ લગાવ્યો. સાદત અલીએ કહ્યુ કે, તેને કારના ડૈશબોર્ડમાં રાખેલા મારા 600 રૂપિયા પણ લૂંટી લીધા. ફોન લીધો અને પટકી દીધો. એટલું જ નહિ, 10 મિનિટ સુધી તે મારતી રહી, તેણે 15-20 જેટલા થપ્પડ માર્યા હતા.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, કેબ ડ્રાઇવરે દાવો કર્યો છે કે, આરોપી યુવતિ પોલિસની મુખબિર છે. આ ઉપરાંત એ પણ આરોપ લગાવ્યો છે પોલિસે તેની ધરપકડ કરી આગળના દિવસે તેના પાસેથી 10 હજાર રૂપિયા લીધા અને ત્યારે જઇને ગાડીને છોડી.

લખનઉમાં કૃષ્ણાનગરના અવધ ચાર રસ્તા પર પ્રિયદર્શનીએ કેબ ડ્રાઇવરને પકડીને તેની પિટાઇ કરી હતી અને તેનો ફોન પણ તોડી દીધો હતો. લગભગ અડધા કલાક સુધી આ ચાલતુ રહ્યુ અને તે ડ્રાઇવરને સતત થપ્પડ મારતી રહી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ ટ્વીટર પર #ArrestLucknowGirl ટ્રેંડ કરવા લાગ્યુ હતુ.