ખબર

રોનક બની મહમૂદ ખાને કર્યુ હિંદુ યુવતિનું શોષણ, ધર્મ બદલવાની ના પડતા વાળ કાપી નાખ્યા

રોનક બની મહમૂદે હિંદુ છોકરીને જાળમાં ફસાવી, ધર્મ બદલવાની ના પડતા વાળ કાપી નાખ્યા પછી પેલી સાથે….

ગુજરાત સહિત દેશમાંથી કેટલીકવાર લવ જેહાદના મામલાઓ સામે આવે છે, જેમાં યુવકો દ્વારા નામ બદલી હિંદુ યુવતિઓને ફસાવવામાં આવે છે અને લગ્નની લાલચ આપી હવસ સંતોષવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં તો લગ્ન બાદ યુવતિઓને ખબર પડે છે છોકરો બીજા ધર્મનો છે. હાલમાં લખનઉમાંથી લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે.જેમાં મહમૂદ નામના એક વ્યક્તિ પર રોનક ચૌરસિયા બની હિંદુ યુવતિને પ્રેમ જાળમાં ફસાવવાનો અને લગ્ન કરવાનો આરોપ લાગ્યો છે.

પહેલા નામ બદલી છોકરી સાથે લગ્ન કર્યા, પછી તેનું શોષણ કર્યુ અને તેની સાથે મારપીટ કરી, તેના વાળ પણ કાપી દીધા. એક યુવતિ દ્વારા તેના પતિ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. પોલિસે કેસ દાખલ કરી લીધો છે અને આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. લખનઉના આલમબાગમાં 20 વર્ષિય પીડિત યુવતિએ ફરિયાદ નોંધાવી છે કે એક 35 વર્ષિય વ્યક્તિએ તેને જાળમાં ફસાવી તેની સાથે લગ્ન કર્યા. (નીચેની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આરોપીએ તેનું નામ રોનક ચૌરસિયા જણાવ્યુ હતુ. બંને વચ્ચે પ્રેમ થયો અને બાદમાં લગ્ન પણ થયા. પરંતુ લગ્ન બાદ આખી કહાની બદલાઇ ગઇ. આજતકના રીપોર્ટ અનુસાર, લગ્ન પછી પીડિતાને ખબર પડી કે તેના પતિનું નામ મહમૂદ ખાન છે, રૌનક ચૌરસિયા નથી. પછી તેને એ પણ ખબર પડી કે મહમૂદ પહેલેથી જ પરિણીત છે અને તેના બે બાળકો છે. પરંતુ પીડિતાની વેદના અહીં સમાપ્ત ન થઇ. આરોપ છે કે મહમૂદ તેને મારતો હતો, ટોર્ચર કરતો હતો.

મહમૂદે છેતરપિંડી કરીને તેની સાથે લગ્ન કર્યા બાદ તેનું માનસિક, શારીરિક શોષણ અને જાતી સતામણી કરી હતી. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેણે હુમલા દરમિયાન વિરોધ કર્યો ત્યારે મહેમૂદે તેના વાળ કાપી નાખ્યા અને ટાલ પાડી દીધી. આરોપીએ આ તમામનો વીડિયો પણ બનાવ્યો અને તેને વાયરલ કરવાની ધમકી આપીને પીડિતાને બ્લેકમેલ કરતો રહ્યો. રિપોર્ટ અનુસાર, આ ત્રાસનો સિલસિલો બે વર્ષ સુધી ચાલુ રહ્યો.

આ દરમિયાન, પીડિતાને ડરાવવા માટે આરોપી તેને ધમકી આપતો હતો કે તે તેના ખાનગી વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાની ધમકી આપતો. ત્યારે આખરે હવે કંટાળીને પીડિતાએ લખનઉના આલમબાગ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. મહિલાએ હુમલા સાથે બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. પીડિતાના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. વાળ કાપવા અને ટાલ પડવા જેવા મામલાની તપાસ કરવામાં આવી રહી છે.” લખનઉ પોલીસે IPCની કલમ 323 504 506 376 અને SC-ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો છેૉ અને આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરૂદ્ધ જબરદસ્તી ધર્મપરિવર્તન કરાવવાનો પણ કેસ નોંધવામાં આવ્યો છે.