માની હત્યાનો પસ્તાવો છે ? PUBG ગેમ માટે કિલર બનેલા દીકરાએ પોલિસને આપ્યો એવો જવાબ કે…સાંભળી હચમચી જશો

પિતા બોલ્યા- બેટા આ તે શું કરી દીધુ ? જવાબ મળ્યો- તમે તો ધ્યાન આપતા ન હતા, માં મારી સાથે શું કરતી હતી, હવે કપાતર દીકરાએ કર્યો નવો ખુલાસો

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં માતાની હત્યા કરનાર 16 વર્ષના છોકરાની પોલીસ પૂછપરછ ચાલી રહી છે. પોલીસ પૂછપરછમાં તે દરેક સવાલના જવાબ આપી રહ્યો છે, જેનાથી હત્યાનો ભેદ ઉકેલવામાં મદદ મળી રહી છે. એક સવાલના જવાબમાં છોકરાએ એવુ કહ્યુ કે પોલીસવાળા પણ અવાક થઈ ગયા. પોલીસકર્મીઓએ છોકરાને પૂછ્યું કે શું તેને તેની માતાની હત્યાનો અફસોસ છે. છોકરાએ કહ્યુ – ના. જણાવી દઇએ કે, મૃતકનું નામ સાધના છે અને સાધનાના પતિ ભારતીય સેનામાં JCO છે. 16 વર્ષના પુત્રએ તેની માતાને તેના જ હાથથી માથામાં ગોળી મારી દીધી હતી, કારણ કે તેની માતાએ તેને અભ્યાસ કરવા માટે કહ્યું હતું અને PUBG રમવાની ના કહી હતી.

હત્યાના ત્રણ દિવસ સુધી માતાની લાશ દીકરાએ ઘરમાં જ છૂપાવી રાખી અને તેને કેમિકલથી ગળાવવાનો પ્રયાસ પણ કર્યો અને સગીર નાની બહેનને ધમકી પણ આપી કે જો તેણે પોલિસ કે કોઇને કહ્યુ તે તેને પણ ગોળી મારી દેશે. પત્નીની મોતની ખબર સાંભળ્યા બાજ નવીન સિંહ લખનઉ સ્થિત ઘરે પહોંચ્યા હતા અને ત્યાં સુધી પોલિસ તેમના દીકરાને પોલિસ સ્ટેશન લઇ ચૂકી હતી.પોલીસ સ્ટેશને પહોંચેલા નવીનસિંહે પુત્રને પૂછ્યું કે, તેં આવું કેમ કર્યું તેણે જવાબ આપ્યો, તમે પણ મારા પર ધ્યાન આપ્યું નથી અને માતા રોજ ભૂખ્યો રાખતી હતી.

આ સિવાય તે માર પણ મારતી હતી અને ચોરીનો આરોપ પણ લગાવતી, જ્યારે તે પૈસા કબાટમાં જ રાખવામાં આવ્યા હતા, પરંતુ માતાએ મારી વાત ન માની અને હાથ સળગાવી દીધો. નવીન સિંહની માતા મિર્ઝા દેવીએ પૌત્ર વિરુદ્ધ પીજીઆઈ પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો. હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. નવીન સિંહની માતા ઈન્દિરાપુરમ ચરણ ભઠ્ઠામાં નાના પુત્ર સાથે રહે છે. તેમણે કહ્યું કે પૌત્રએ આખું ઘર બરબાદ કરી નાખ્યું. બનારસથી આવેલ સાધનાના માતાપિતા સાધનાના દીકરાની ક્રિયા પર તો વિશ્વાસ જ કરી શક્યા નહીં. પોલીસની સામે સગીરે આરામથી માતાની હત્યાની આખી વાત કહી. જ્યારે પોલીસે પૂછ્યું કે તે ત્રણ દિવસમાં ડર્યો નહિ.

તો તેણે કહ્યું – રવિવારે મોડી રાત્રે, જ્યારે તે ડરી ગયો, ત્યારે તેણે તેની માતાના રૂમને તાળું મારી દીધું. પછી મિત્રને ફોન કરીને કહ્યું કે મા બહાર ગઈ છે. તે તેની બહેન સાથે ઘરે છે. બંને ડરી ગયા છીએ, તમે આવો. આના પર તે મિત્ર સાથે આખી રાત રહ્યો. આ દરમિયાન સગીરે બહેનને ધમકી આપી હતી કે તે તેના મિત્ર સાથે વાત નહીં કરે. નવીન સિંહે રવિવારે સાધનાના મોબાઈલ પર ઘણી વખત ફોન કર્યો, પરંતુ ફોન કોઇએ ઉપાડ્યો નહીં. પિતાના સતત કોલ જોતા, પુત્રએ વોટ્સએપ પર જવાબ આપવાનું શરૂ કર્યું. તે નવીનને તેની માતાના શબ્દોમાં જવાબ આપતો રહ્યો. કહ્યું- હું તમારી સાથે વાત નહીં કરું. હું ગુસ્સે છુ સોમવારે પણ નવીનના દરેક કોલનો જવાબ મેસેજ દ્વારા જ આરોપી આપતો રહ્યો. બીજી તરફ નવીન પણ વિચારતો રહ્યો કે તેની પત્ની જવાબ આપી રહી છે.

Shah Jina