બે સુસાઇડ નોટ…પાંચ નામ…પત્ની અને દીકરી સાથે જુનિયર એન્જીનિયરે કરી આત્મહત્યા, ઝહેર વાળી કેક ખાધી

‘હેપ્પી બર્થ ડે, હવે આગળના જન્મમાં મળીશું’- પરિવારે ઝહેરી કેક ખાધી આપી દીધો જીવ, કારણ સાંભળીને ઘણું દુઃખ થશે

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી અવાર નવાર આપઘાતના મામલાઓ સામે આવતા રહે છે. ઘણીવાર કોઇ આર્થિક તંગીને કારણે તો ઘણીવાર દેવું વધી જવાને કારણે આપઘાત કરી લેતા હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક જુનિયર એન્જીનિયરે તેની પત્ની અને દીકરી સાથે મળી આત્મહત્યા કરી લીધી. આ કિસ્સો ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાંથી સામે આવ્યો છે, જેમાં 27 જુલાઈએ અહીંના જાનકીપુરમ એક્સટેન્શન વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ એટલે કે પિતા, માતા અને પુત્રી મોતને ભેટ્યા હતા. મૃતકોનું નામ શૈલેન્દ્ર કુમાર, ગીતા અને પ્રાચી છે. શૈલેન્દ્ર કુમાર દેવાદાર બની ગયા હતા અને ઘણા સમયથી પરેશાન હતા.

આત્મહત્યા કરતા પહેલા તેમણે કેક કાપી હતી અને કેક કાપતી વખતે કહ્યું કે હવે પછીના જન્મમાં મળીશું ! અમને બધાને આગામી જન્મદિવસની શુભકામનાઓ! ઈન્ડિયા ટુડેના રીપોર્ટ અનુસાર, શૈલેન્દ્ર કુમાર ટ્યુબવેલ વિભાગમાં જુનિયર એન્જિનિયર તરીકે પોસ્ટેડ હતા. જ્યારે શૈલેન્દ્રએ પત્ની અને પુત્રી સાથે ઝેર ખાધું ત્યારે પડોશીઓને થોડા સમય પછી ખબર પડી હતી. જ્યારે પાડોશીઓ દિવાલ પર ચઢીને ઘરમાં પ્રવેશ્યા તો તેમણે જોયું કે ગેલેરીમાં બધા જમીન પર તડપતા હતા અને આ જોયા બાદ પાડોશીઓ તેમને હોસ્પિટલ લઈ ગયા પરંતુ શૈલેન્દ્રએ ના પાડી. જો કે, ના પાડવા છત્તાં પણ પાડોશીઓ તેમને હોસ્પિટલ લઈ ગયા તો શૈલેન્દ્ર અને તેમની પુત્રી પ્રાચીને હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ મૃત જાહેર કર્યા અને પત્ની ગીતાની સારવાર શરૂ કરી.

જો કે, તેનું પણ થોડા સમય પછી મોત થઈ ગયું. આત્મહત્યા પહેલા શૈલેન્દ્રએ તેની ઓફિસમાં તેની સાથે કામ કરતા એક વ્યક્તિને ફોન ડાયલ પણ કર્યો હતો. શૈલેન્દ્રએ તેના સાથીદારને કહ્યું હતું કે તે હવે જીવી શકશે નહીં અને કેક મંગાવીને તેનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. જો કે, આ સાથીદારને સમજાયું નહીં. તેણે પોલીસને બોલાવી હતી. ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની અટકાયત કરી છે. સુસાઇડ નોટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે બંને સુસાઇડ નોટના હેન્ડરાઈટિંગ અંગે ફોરેન્સિક તપાસ હાથ ધરી છે. ત્યારે હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર સુસાઈડ નોટમાં મૃતક પર 75 લાખ રૂપિયાની જવાબદારીનો મામલો છે, પરંતુ તેના ખાતામાં 80 લાખ રૂપિયા હાજર હતા. 65 લાખના દેવાને કારણે આપઘાત કરવો એ એક કોયડો બની ગયો છે. મૃતકના ભાઈએ પોલીસને મળેલી સુસાઈડ નોટ પર શંકા વ્યક્ત કરી છે. મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો છે કે આ લખાણ તેના ભાઈનું નથી. હવે પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.પોલીસે JE શૈલેન્દ્ર કુમારની સુસાઈડ નોટના આધારે ચાર લોકોની અટકાયત કરી છે અને વધુ તપાસ ચાલુ છે. પોલીસે જે 4 લોકોની અટકાયત કરી છે તેમાં શૈલેન્દ્ર કુમાર શ્રીવાસ્તવ, મોબીન ખાન, નરેન્દ્ર પ્રતાપ સિંહ અને સંતોષ કુમાર શુક્લાનો સમાવેશ થાય છે.

આ સુસાઈડ નોટમાં શૈલેન્દ્ર કુમાર શ્રીવાસ્તવ પર 4 વર્ષ પહેલા લોન અપાવવાના નામે 65 લાખ રૂપિયા લીધાનો આરોપ છે, શૈલેન્દ્રને આજદિન સુધી ન તો લોન મળી છે કે ન તો પૈસા પરત કર્યા છે.સ્યુસાઈડ નોટમાં મોબીન ખાન પર આરોપ છે કે 3 વર્ષો પહેલા પ્લોટનો કરાર કર્યો હતો, 10 લાખ રૂપિયા આપ્યા હતા અને દર મહિને 20 ટકા વ્યાજ લેતા હતા, જ્યારે અમે વ્યાજ ચૂકવી શકતા ન હતા ત્યારે અમને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આરોપ છે કે નરેન્દ્રએ 10,000 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફીટના ભાવે પ્લોટ એગ્રીમેન્ટ કરાવ્યું હતું, 10 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ પણ પ્લોટ આપવામાં આવ્યો ન હતો કે તેનું રજીસ્ટ્રેશન પણ થયું ન હતું.

Shah Jina