અનામિકા શુક્લા’ નામની શિક્ષિકા સામે બેઝિક શિક્ષા અધિકારી (બીએસએ)ની ફરિયાદના આધાર પર રાયબરેલી, આંબેડકરનગર, બાગપત, અલિગઢ અને સહારનપુર જિલ્લાના પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં 25 જિલ્લામાં કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અનામિકા શુકલાના નામથી નોકરી મામલે હાલમાં જ એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

અનામિકાના દસ્તાવેજ પર નિયુક્ત એક ટીચરને કાસગંજમાં શનિવારે ધરપક્ડ કરી લીધી હતી. જેમાં તેને તેનું નામ પ્રિયા સિંહ બતાવ્યું હતું. શનિવારે તે બીએસએ ઓફિસ પર રાજીનામું દેવા ગઈ હતી. ધરપકડ બાદ પોલીસે તેની સામે છેતરપિંડી અને બનાવટી રેકોર્ડ તૈયાર કરવા બદલ ગુનો નોંધ્યો છે.કાસંગજ પોલીસને જાણવા મળ્યું કે અનામિકા નામની જે મહિલા કામ કરી રહી છે તે હકીકતમાં પ્રિયા છે.

અનામિકા 25 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી)માં 13 મહિના સુધી એક સાથે કામ કરતી હોવાનું દર્શાવીને અંદાજીત 1 કરોડ રૂપિયાનો પગાર લઈ લીધો છે. શિક્ષણ મંત્રી સતિષ દ્વિવેદીએ સ્વીકાર્યું છે કે, પ્રિયા સિંહ ઉર્ફે અનામિકા શુક્લા ચાર કેજીબીવીમાં કામ કરતી જોવા મળી છે અને બાદમાં મહિલાઓ માટેની તમામ 746 રેસિડેન્શિયલ સ્કૂલોમાં તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.
અત્યાર સુધી ઉપર જણાવેલા પાંચ જિલ્લામાં અનામિકા શુક્લા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જ્યારે વારાણસી અને અમેઠીમાં હજી ફરિયાદ નોંધાવવાની બાકી છે. અનામિકા આ જિલ્લાઓમાં પણ કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રિયા સિંહ ઉર્ફે અનામિકા શુકલા એલ સાથે 25 જિલ્લામાં કામ કરતી હતી. ઘણી તપાસ બાદ કાસગંજની ફરીદપુરની કસ્તુરબા સ્કૂલમાં નોકરી કરતી શિક્ષિકા અનમિકા શુક્લાને સ્પષ્ટતા માંગવા માટે 4 જૂને નોટિસ મોકલી હતી. શિક્ષક શનિવારે બીએસએ પહોંચી હતી. તેણે તેના સાથી પાસેથી રાજીનામું મોકલ્યું અને કારની બહાર બેસતા જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
કાસગંજમાં અણમિકા તરીકે કામ કરનાર શિક્ષકને પણ આ ભેદ ખુલવાનો ડર હતો. જ્યારે અન્ય જિલ્લાઓમાં અનામિકા શુક્લાનો કેસ પ્રકાશમાં આવ્યો, ત્યારે 2 અને 3 જૂનના રોજ તેણીએ તેના ખાતામાંથી બે વાર 50-50 હજાર રૂપિયા ઉપાડયા હતા. હાલ તો બીએસએ દ્વારા આ ખાતાને સીલ કરી દેવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, પ્રિયા સિંહ ઉર્ફે અનામિકા શુક્લાએ પોતાનું દસમું ધોરણ કસ્તુરબા બાલિકા ઈન્ટર કોલેજમાંથી કર્યું હતું. જ્યારે પારસપુરની બેની માધવ જંગ બહાદુર ઈન્ટર કોલેજમાંથી 12મુ ધોરણ પાસ કર્યું હતું. તેણે આ જ જિલ્લામાંથી 2012મા રઘુકુલ મહિલા વિદ્યાપીઠમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પુરૂ કર્યું હતું. જોકે, શુક્લા હજી સુધી ગોન્ડાની એક પણ સ્કૂલ સાથે જોડાયી નથી.
રાયબરેલીના બીએસએ આનંદ પ્રસાદે નોંધાવેલી ફરિયાદના આધારે અનામિકાએ માર્ચ 2019મા બાછરવાનમાં વિજ્ઞાનની શિક્ષિકા તરીકે નોકરી શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે અનામિકા શુક્લા આંબેડકરનગર, સહારનપુર, બાગપત, અલિગઢ, વારાણસી, કાસગંજ અને અમેઠીમાં પણ નોકરી કરી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.