બેફામ સ્પીડે દોડતા ટ્રકે બસને મારી ટક્કર, 18 લોકોના મોત- મીનિટોમાં હસી બદલાઈ મરણચીસોમાં

કોરોના કાળના લોકડાઉન બાદ રસ્તાઓ પર વાહનો ફરીથી ધમધમતા થયા છે અને ત્યાર બાદ અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. હાલમાં જ ખૂબ જ દર્દનાક અને ભયાનક અકસ્માતની ખબર સામે આવી રહી છે. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે. આ મોતની પુષ્ટિ થઇ ચૂકી છે અને આ ઉપરાંત ઘણા લોકો ઘાયલ પણ જણાવવામાં આવી રહ્યા છે.

આ ઘટના ઉત્તર પ્રદેશના બારાબંકીની છે. બારાબંકીના રામસનેહી ઘાટ પાસે અયોધ્યા-લખનઉ હાઇવે પર અડધી રાત્રે આ બનાવ બન્યો હતો. એક બસને એક ટ્રકે પાછળથી ટક્કર મારી દીધી હતી અને ટક્કર એટલી જબરદસ્ત હતી કે લાશો રસ્તા પર જ વિખેરાઇ ગઇ હતી. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે બસ હરિયાણાના પલવલથી બિહાર જઇ રહી હતી. બસમાં મજૂરો સવાર હતા, જે બિહાર જઇ રહ્યા હતા.

બસમાં લગભગ 140 યાત્રી સવાર હતા જેમાંથી 18 લોકોની ઘટનાસ્થળ પર જ મોત થઇ ગઇ. ઘાયલે જણાવ્યુ કે, પંજાબ અને હરિયાણામાં તેઓ મજૂરી કરતા હતા અને તેઓ તેમના ઘર બિહાર જઇ રહ્યા હતા. બારાબંકીના એસપીએ જણાવ્યુ કે, બસનો એક્સલ તૂટવાને કારણે તે થાના રામસનેહીઘાટના ઢાબા પાસે ઊભી હતી. ત્યારે રાત્રે તેજ રફતારમાં આવેલી એક ટ્રકે બસને ટક્કર મારી દીધી હતી. આ ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુખ જતાવ્યુ છે.

Shah Jina