ભાઈ બહેનના સંબંધોને લગાવ્યું લાંછન, સગા ભાઈએ જ નાની બહેનની કરી નાખી હત્યા અને રૂમમાં જ દબાવી દીધી લાશ, પોસ્ટમોર્ટમમાં થયો એવો ખુલાસો કે….

બહેનના આડા સંબંધોની શંકામાં ગુસ્સે ભરાયેલા ભાઈએ ગમછાથી બહેનનું એટલું જોરથી ગળું દબાવ્યું કે તૂટી ગયું હાડકું, મોત થતા ઘરમાં ખાડો કરીને દબાવી દીધી..2 દિવસ સુધી તો…

ગુજરાત સમેત દેશભરમાં હત્યાના ઘણા બધા મામલો સામે આવી રહ્યા છે. કોઈ કોઈની અંગત અદાવતમાં હત્યા કરી નાખતું હોય છે, તો કોઈ પ્રેમ પ્રસંગોમાં કોઈની હત્યા કરી નાખે છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે કોઈની પર સંબંધોની શંકાને લઈને પણ પરિવારના સદસ્યો દ્વારા હત્યાને અંજામ આપવામાં આવે છે, એવો જ એક મામલો હાલ ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે, જેમાં એક સગા ભાઈએ જ પોતાની જ નાની બહેનને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આ રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી. જ્યાં એક ભાઈએ પોતાની બહેનની હત્યા કરીને તેની લાશને રૂમમાં જ દાટી દીધી અને તેના પર બે દિવસ સૂઈ રહ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર, લખનઉના સાયરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પરલી ગામમાં હિમાંશુ સિંહ નામના 23 વર્ષના ભાઈએ પોતાની જ 20 વર્ષની બહેનની હત્યા કરી હતી.

ત્યારે હવે આ મામલામાં પોસ્ર્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવી ગયો છે, જેમાં સામે આવ્યું છે જે બહેનની હત્યા કરતા પહેલા આરોપીએ તેની સાથે મારઝૂડ પણ કરી હતી. જેના બાદ તેને એક ગમછા દ્વારા બહેનનું એટલું જોરથી ગળું દબાવ્યું હતું કે તેના ગળાનું હાડકું પણ તૂટી ગયું હતું. જયારે પોલીસ મૃતક બહેનની લાશને ખોદીને બહાર કાઢી ત્યારે તેના ગળાના ભાગે ગમછો પણ મળી આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે જણાવ્યું હતું કે મૃતક શિવાનીનું પોસ્ટમોર્ટમ 5 ડોકટરની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે યુવતીના ગળાનું હાડકું તૂટી ગયું હતું, તેના શરીર પાર મારઝૂડના નિશાન પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત ખભા અને છાતીના ભાગે પણ ગંભીર ઈજાઓના નિશાન હતા. આરોપી ભાઈ હિમાંશુએ પોલીસને જણાવ્યું કે તે નશામાં હતો અને બહેન સાથે ઝઘડો થતા તેણે તેની હત્યા કરી છે.

Niraj Patel