રૂંવાડા ઊભા કરી દેનારી ઘટના ! ભાઇએ બહેનની હત્યા કરી રૂમમાં જ દફન કરી દીધી લાશ, આવી રીતે ખુલ્યુ રાઝ

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાની વારદાત સામે આવતી રહે છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે ઘરમાં કોઇ કચકચને કારણે તો ઘણીવાર પતિ-પત્ની કે ભાઇ-બહેન વચ્ચે ઝઘડાને કારણે આવી ઘટના બનતી હોય છે. ત્યારે હાલમાં હત્યાની એક ભયાનક વારદાત સામે આવી છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક ભાઈએ પોતાની બહેનની હત્યા કરીને લાશને રૂમમાં જ દાટી દીધી હતી અને તેના પર બે દિવસ સૂઈ રહ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી લીધો છે. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

પોલીસના જણાવ્યા અનુસાર, લખનઉના સાયરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પરલી ગામમાં 23 વર્ષિય હિમાંશુ સિંહે તેની 20 વર્ષની બહેનની હત્યા કરી દીધી હતી. હિમાંશુ સિંહ તેની બહેનના સંબંધથી ગુસ્સે હતો અને તેણે તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. હિમાંશુએ માત્ર તેની બહેનની હત્યા જ ન કરી પણ તેની લાશને ઘરના રૂમમાં દાટી દીધી હતી. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી મૃતદેહનો કબજો લીધો હતો. આ સાથે હિમાંશુ સિંહની કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ બંને ભાઈ-બહેન છેલ્લા 6 વર્ષથી સાથે રહેતા હતા. બંનેના માતા-પિતા મૃત્યુ પામ્યા હતા. બંને ભાઈ-બહેન વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. વિવાદ એટલો વધી ગયો કે આસપાસના ગામના લોકો બંનેને સાંભળતા અને સમજાવતા. ઝઘડાનું કારણ એ હતું કે મૃતક ઘરની બહાર રહેતી હતી. આરોપી હિમાંશુ સિંહ દુબગ્ગા સબઝી મંડીથી ડાલાની ગાડી ચલાવીને આવતો હતો, પછી બહેન ઘરે દેખાતી નહિ. જ્યારે બહેન આવતી ત્યારે તે તેને પૂછતો હતો કે તે ક્યાં ગઈ હતી? આ સવાલો અને જવાબોને લઈને બંને વચ્ચે ઝઘડો થતો હતો.

24 ડિસેમ્બરની સાંજે આરોપી હિમાંશુએ તેની બહેનનું ગળું દબાવી હત્યા કરી હતી. ગામના વડાએ જણાવ્યું કે છેલ્લા 3 દિવસથી છોકરી દેખાતી ન હતી, હિમાંશુને પણ ઘણી વાર પૂછવામાં આવ્યું, શંકા ઉભી થઈ કારણ કે બંને વચ્ચે ઝઘડો થતો હતો. હિમાંશુની વાત પર શંકા જતાં ગામના વડાએ 112ને જાણ કરી અને જ્યારે પોલીસે સ્થળ પર પહોંચીને હિમાંશુની કડક પૂછપરછ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો. પોલીસે રૂમની જમીન ખોદી ત્યારે બહેનની લાશ મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ઘટનાના દિવસે દારૂના નશામાં હતો.

Shah Jina