દુલ્હાને વરમાળા પહેરાવી અને સ્ટેજ પર પડી ગઇ દુલ્હન, હાર્ટ એટેકથી મોત !
બેન્ડ બાજા વાગ્યા, જાન સજી..બધે મંગલગાન ચાલી રહ્યા હતા. લગ્નની મસ્તીમાં બાળકો કિલકિલાટ કરતા હતા. આંગણું મહેકી રહ્યુ હતું. વર-કન્યા બંને પક્ષો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. દુલ્હન સજી ધજી તેની મિત્રો સાથે વરમાળા માટે સ્ટેજ પર આવી. વર અને કન્યા બંને ખુશ દેખાતા હતા. જયમાલાનો કાર્યક્રમ પૂરો થયો. જયમાલા સ્ટેજ પર વર-કન્યા ફોટોગ્રાફી કરી રહ્યા હતા. ત્યારે અચાનક બધાના મોઢામાંથી એક જ અવાજ આવ્યો, શું થયું ? કન્યા સ્ટેજ પર પડી,
છોકરો કંઈ સમજી શક્યો નહીં. યુવતીને ઉતાવળમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે, ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. લગ્ન પ્રસંગની વચ્ચે બનેલી આ ઘટનાએ ખુશી છીનવી લીધી.ઉત્તરપ્રદેશના લખવનઉમાં લગ્નની ખુશીઓ સમયે માતમ ફેલાઇ ગયો, જ્યારે દુલ્હનનું દુલ્હાને વરમાળા પહેરાવ્યા બાદ મોત થઇ ગયુ. આ મામલો મલિહાબાદ ક્ષેત્રના ભદવાના ગામનો છે.
અહીના રહેવાસી રાજપાલની દીકરી શિવાંગીના લગ્ન ચાલી રહ્યા હતા.જાન બુદ્ધેશ્વરથી આવી હતી. લગ્નમાં સામેલ થયેલા બધા લોકોના ચહેરા પર ખુશીઓ હતી. લોકોએ ખાવાનું ખાધુ અને સ્ટેજ પાસે વરમાળાની રસ્મ જોવા પહોંચ્યા. વર અને કન્યા સ્ટેજ પર સામસામે ઉભા હતા. વર વિવેકે કન્યા શિવાંગીને માળા પહેરાવી. આ પછી શિવાંગીનો વરમાળા પહેરાવવાનો વારો આવ્યો. શિવાંગીએ વિવેકને માળા પહેરાવતા જ તે સ્ટેજ પર પડી ગઈ
અને તેને ઉતાવળમાં હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.ડોક્ટરે જણાવ્યું કે શિવાંગીનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું. બીજી તરફ દુલ્હનના મૃત્યુના સમાચાર સાંભળતા જ સૌના હોશ ઉડી ગયા હતા. લગ્ન સમારોહમાં જેમના ચહેરા પર ખુશી હતી તેઓની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. આ દુ:ખદ ઘટનાને કારણે દુલ્હનના પરિવારજનોની હાલત ખરાબ છે. દુલ્હનના મોતથી વર વિવેક પણ આઘાતમાં છે.