ખબર જીવનશૈલી

મેટ ગાલા 2019 માટે ઈશા અંબાણી જોવા મળી ફેરીટેલની રાજકુમારી જેવી, તસ્વીર જોશો તો જોતા જ રહી જશો

ન્યુયૉર્કમાં આયોજિત વિશ્વના સૌથી પ્રખ્યાત ફેશન ઇવેન્ટ મેટ ગાલા-2019માં પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ બાદ હવે અંબાણી પરિવારની દીકરી ઈશા અંબાણીનો બેહદ સુંદર લૂક સામે આવ્યો છે. એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ મેટ ગાલા માટે ડિઝાઈનર પ્રબલ ગુરુંગના સુંદર ડ્રેસને પસંદ કર્યો હતો. સોશિયલ મીડિયા પર તેમની આ તસ્વીરોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

વાયરલ થઇ રહેલી આ તસ્વીરમાં ઈશા અંબાણી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. ઈશા પ્રબલ ગુરૂંગએ ડિઝાઇન કરેલા લવંડર ગાઉનમાં જોવા મળી, તેમનો આ લૂક દરેકને પસંદ આવી રહ્યો છે. ડીપ નેક લવંડર ગાઉનની સાથે તેમને સ્મોકી આઈ, બ્રોન્ઝ મેકઅપ અને લિપસ્ટિક કરી હતી અને સાથે ડાયમંડની ઈયરરિંગ્સ પહેરી હતી.

Image Source

પોતાના પ્રિન્સેસ લૂકને પૂરું કરવા તેમને વાળને લૂઝ કર્લ કરીને ખુલ્લા રાખીને આકબાજુએ કર્યા હતા, તે તેમના લૂકને વધુ દમદાર બનાવતા હતા.

Image Source

જણાવી દઈએ કે ગયા વર્ષે આ ઇવેન્ટ માટે પ્રબલે દીપિકા પાદુકોણને સ્ટાઇલ કરી હતી. આ પહેલા ઈશા અંબાણી વર્ષ 2017માં પણ મેટ ગાલા કાર્પેટ પર વોક કરતી જોવા મળી હતી. એ વર્ષે પણ તેમને પોતાના લૂકથી દરેકનું દિલ જીતી લીધું હતું. ઈશાએ મેટ ગાલા 2017 માટે મારિયા ગ્રાઝિયા ચિઉરીનું ક્રિશ્ચિયન ડાયોર ગાઉન પહેર્યું હતું.

Image Source

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આનંદ પિરામલ સાથે સાથ ફેરા લીધા હતા. આ લગ્નની ચર્ચા દેશ-વિદેશમાં થઇ હતી. જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks