ખબર

ખુશખબરી ! LPG સિલિન્ડર પર મળી રહી છે 900 રૂપિયાની છૂટ, ફટાફટ ચેક કરો ઓફર

અચ્છે દિન આવ્યા ને? 900 રૂપિયા સુધીનો ફાયદો જોતો હોય તો જલ્દી વાંચી લો આ

LPG સિલિન્ડર આ મહિને એટલે કે 1 જુલાઇ 2021ના રોજથી મોંધો થઇ ગયો છે. દિલ્લીમાં 834.50 રૂપિયા તેની કિંમત થઇ ગઇ છે. આ વચ્ચે એક શાનદાર મોકો છે જયાં તમે સસ્તામાં LPG સિલિન્ડર મેળવી શકો છો.

આ ઓફર paytm પર છે જયાં બુકિંગ કરવા પર તમને 900 રૂપિયાનું કેશબેક મળી રહ્યુ છે. આ ઉપરાંત Paytm એક એવું ફિચર લાવ્યુ છે કે જેની મદદથી તમે બુકિંગના કેટલાક કલાક બાદ પણ બીજા પ્લેટફોર્મથી પેમેન્ટ કરી શકો છો.

કંપની અનુસાર જો તમે પહેલીવાર LPG સિલિન્ડર બુક કરી રહ્યા છો તો તમને 3 સિલિન્ડર બુક કરવા પર 900 રૂપિયા પાછા મળી શકે છે. ફર્સ્ટ ટાઇમ યુઝરને Paytm First points પણ મળશે. આ પોઇંટ્સનો ઉપયોગ Wallent balance ને Redeem કરવામાં થઇ શકશે. બુકિંગના 24 કલાકની અંદર જ તમને કેશબેક સ્ક્રેચ કાર્ડ મળશે. આ સ્ક્રેચ કાર્ડનો 7 દિવસની અંદર ઉપયોગ કરવાનો રહેશે.

તમે Paytm એપ પર જઇ એકાઉન્ટ બનાવી લો. તેમાં Show more પર ક્લિક કરો. તે બાદ Recharge અને PayBill પર ક્લિક કરો. ત્યાર બાદ Book a Cylinder પર ક્લિક કરો અને તે બાદ તમારો ગેસ પ્રોવાઇડર નંબર પસંદ કરો અને જેમાં ભારત ગેસ, HPCL, Indane હશે. હવે તમારો મોબાઇલ નંબર કે LPG ID ભરો તે બાદ તમારે પેમેન્ટ કરવાનું રહેશે અને તે બાદ સ્ક્રેચ કાર્ડ આવશે.