કોમર્શિયલ LPG સિલેન્ડરના ભાવમાં થયો જોરદાર ઘટાડો, હવે આટલા રૂપિયામાં મળશે સિલેન્ડર

પેટ્રોલ ડીઝલની સ્થિર કિંમતની વચ્ચે LPG સિલેન્ડર પર મોટી રાહત મળી છે. આ વખતે LPG સિલેન્ડરના રેટમાં 198 રૂપિયાનો ઘટાડો સામે આવ્યો છે. આ દરમ્યાન મોંઘવારીનું સ્તર ઓછું કરવા મદદ મળશે. 1 જુલાઈએ ઇન્ડિયન ઓઈલની તરફથી રાખવામાં આવેલી કિંમત અનુસાર રાજધાની દિલ્લીમાં 19 કિલો કોમર્શિયલ સિલેન્ડર 198 રૂપિયા સસ્તો થઇ ગયો છે.

દિલ્હીમાં 30 જૂન સુધી 19 કિલો વાળો કોમર્શિયલ સિલેન્ડર 2219 રૂપિયામાં મળી રહ્યો હતો જેની કિંમત 1 જુલાઈએ ઘટીને 2021 રૂપિયા થઇ ગઈ છે. આવી રીતે કોલકત્તામાં 2322 રૂપિયા પ્રમાણે હવે સિલેન્ડર 2140 રૂપિયામાં મળશે. મુંબઈમાં 2171.50થી ઘટીને 1987 રૂપિયા અને ચેન્નાઇમાં 2373થી ઘટીને 2186 રૂપિયા થઇ ગઈ છે. બીજી બાજુ તેલ કંપનીઓ તરફથી ઘરેલુ ગેસ સિલેન્ડરમાં કંપની તરફથી કોઈ પ્રકારની રાહત આપવામાં આવી નથી. 14.2 કિલો વાળા ગેસ સિલિન્ડરમાં દિલ્હીમાં 1003 રૂપિયામાં મળી રહ્યો છે.

આ પહેલા કોમર્શિયલ LPG સિલેન્ડર 1 જૂને 135 રૂપિયા સસ્તો થયો છે. આવી રીતે પાછળના મહિને સિલેન્ડરની કિંમતમાં 300 રૂપિયા કરતા વધુ ઘટાડો કરવામાં આવ્યો છે. મેમ સિલડેન્ડ્રનો રેટ વધીને 2354 રૂપિયા પહોંચી ગયો હતો. ઘરેલુ ગેસ સિલેન્ડરની કિંમતમાં છેલ્લી વખત 19મેના રોજ બદલાવ કરવામાં આવ્યો હતો.

થોડા દિવસો પહેલા સરકારે જનતાને મોંઘવારીથી રાહત આપવા માટે ઉજ્જવલા યોજના દ્વારા 200 રૂપિયા પ્રતિ સિલેન્ડરની સબસીડી આપવાનું એલાન કર્યું હતું. આ સબસીડી વર્ષે 12 સિલેન્ડર સુધી જ મળશે. સરકારના આ નિયમથી 9 કરોડ કરતા વધુ ઉપભોક્તાઓને ફાયદો થયો હતો.

જોકે અન્ય મોટા શહેરની તુલનામાં રૂપથી ઓછી રાહત મળી છે. કોલકત્તામાં આ સિલેન્ડરના ભાવ 182 રૂપિયા ઓછા કરવામાં આવ્યા હતા. આવી જ રીતે મુંબઈમાં કોમર્શિયલ સિલેન્ડરનો ભાવ હવે 190.50 રૂપિયા ઓછો થયો છે. ચેન્નાઇમાં ભાવ 187 રૂપિયા ઘટી ગયો છે. જોકે ઘરેલુ સિલેન્ડરના ભાવમાં કોઈ બદલાવ નથી થયો.

સૌથી પહેલા 7મેંના રોજ ઘરેલુ LPG સિલેન્ડરનો ભાવ 50 રૂપિયા વધી ગયો છે. ત્યારબાદ 19મેં ના રોજ ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લકો ઘરેલુ LPG સિલેન્ડરના ભાવમાં રાહત મળવાની ઉમ્મીદ કરી રહ્યા છે.

Patel Meet