ખબર

LPG સિલિન્ડરના ભાવમાં થયો ઘટાડો, આજે 1 એપ્રિલથી થશે નવા ભાવ લાગુ, જાણો નવો ભાવ

મોંઘવારી દેશભરમાં દિવસેને દિવસે વધી રહી છે. પેટ્રોલ ડીઝલ અને શકભાજીના ભાવો આસમાને પહોંચી રહ્યા છે ત્યારે સામાન્ય માણસ માટે આ ખુબ જ કપરું બની રહે છે, પરંતુ આજથી શરૂ થઇ રહેલા નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે મધ્યમ વર્ગના લોકો માટે સારા સમાચાર આવ્યા છે.

Image Source

આજે 1 એપ્રિલના રોજથી રસોઈ ગેસના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમને એલપીજી સિલેન્ડરની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. નવા ભાવ આજે 1 એપ્રિલથી લાગુ થશે.

Image Source

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ પહેલા જણાવવામાં આવ્યું હતું કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ફરીથી કાચા તેલના ભાવ ગગડી રહ્યા છે. જેના કારણે ગેસ અને પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ શકે છે.

Image Source

હાલમાં 14.2 કિલોગ્રામ સબસીડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 819 રૂપિયા, કલકત્તામાં 845.50 રૂપિયા, મુંબઇ 819 રૂપિયામાં અને ચેન્નઈ 835 રૂપિયામાં છે. કિંમતમાં ઘટાડો થયા બાદ 1 એપ્રિલથી એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 809 રૂપિયા, કોલકાતામાં 835.50 રૂપિયા, મુંબઇમાં 809 રૂપિયા અને ચેન્નઈમાં 825 રૂપિયા થઇ જશે.

છેલ્લા કેટલાય સમયથી રસોઈ ગેસના ભાવમાં ફક્ત ઉછાળ આવ્યો છે, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં રસોઈ ગેસની કિંમતમાં 125 રૂપિયાનો વધારો થયો છે. 4 ફેબ્રુઆરીના રોજ ભાવમાં 25 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ કિંમતમાં 50 રૂપિયા ઉછાળો આવ્યો. અને ત્યારબાદ 25 ફેબ્રુઆરીના રોજ 25 રૂપિયા અને 1 માર્ચે ફરી પાંચ 25 રૂપિયા વધ્યા હતા.