ખબર

નવા વર્ષથી આવી ગયા અચ્છે દિન, ગેસ સિલેન્ડરના ભાવમાં થયો ધરખમ ઘટાડો, જાણો કેટલા રૂપિયા ઘટ્યા !

વર્ષ 2022 સારા સમાચાર સાથે શરૂ થયું છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલે 1 જાન્યુઆરીથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરીને લોકોને મોટી ભેટ આપી છે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

અગાઉ ગયા વર્ષે ડિસેમ્બરમાં ઇન્ડિયન ઓઇલે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો હતો. ડિસેમ્બરમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જો કે સામાન્ય લોકો માટે રાહતની વાત એ હતી કે તે સમયે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો અને આ વખતે પણ કિંમત યથાવત રાખવામાં આવી છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડાથી રેસ્ટોરાં અને હોટલ ચલાવતા વેપારીઓને ઘણી રાહત થશે.

ઈન્ડિયન ઓઈલ દ્વારા સિલિન્ડરના ભાવમાં ઘટાડા બાદ દેશના મોટા શહેરો પર નજર કરીએ તો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાના ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 2001 રૂપિયા થઈ ગઈ છે. . કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 2077 રૂપિયામાં મળશે. મુંબઈમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1951 રૂપિયા થઈ ગઈ છે. જયારે અમદવાદમાં એલપીજી સિલિન્ડર 907 રૂપિયામાં મળશે.