ખુશખબરી ! હવે માત્ર 634 રૂપિયામાં ઘરે આવશે LPG સિલિન્ડર, જાણો કેવી રીતે

જો તમે પણ ઘરેલુ LPG સિલિન્ડરની સતત વધતી કિંમતોથી પરેશાન છો તો હવે તમે આ વિગત વાંચી ખુશ થઇ જવાના છો, કારણ કે તમને હવે માત્ર 633.50 રૂપિયા આપીને જ મળી રહ્યો છે. જી હાં, આ હકિકત છે. જો કે, અત્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઇ બદલાવ થયો નથી. 4 ઓક્ટોબર બાદ ના તો LPG સિલિન્ડર સસ્તો થયો છે અને ના તો મોંઘો. પરંતુ તો પણ તમે 633.50 રૂપિયામાં LPG ગેસ સિલિન્ડર ખરીદી શકો છો.

પ્રતિકાત્મક તસવીર

તમને લાગતુ હશે કે LPG સિલિન્ડરના તો ભાવ વધી ગયા છે અને એ આટલી ઓછી કિંમતમાં મળી રહ્યો છે, તો તેમાં પૂરો ગેસ નહિ આવતો હોય, પરંતુ એવુ નથી. 14.2 કિલો ગેસવાળો સિલિન્ડર જે હાલ દિલ્લીમાં 899.50 રૂપિયામાં મળી રહ્યો છે. પરંતુ કંપોઝિટ સિલિન્ડર માત્ર 633.50 રૂપિયામાં ભરાવી શકો છો. ત્યાં 5 કિલો ગેસવાળા LPG કંપોઝિટ સિલિન્ડર માત્ર 502 રૂપિયામાં રિફિલ થશે.

10 કિલો વાળા LPG કંપોઝિટ સિલિન્ડર ભરવા માટે તમારે માત્ર 633.50 રૂપિયા આપવાના રહેશે. ધ્યાન આપવાની વાત એ છે કે, કંપોઝિટ સિલિન્ડરમાં વર્તમાન સિલિન્ડરના મુકાબલે 4 કિલો ગેસ ઓછો આવશે. પહેલા ચરણમાં આ કંપોઝિટ સિલિન્ડર દિલ્લી, બનારસ, પ્રયાગરાજ, ફરીદાબાદ, ગુરુગ્રામ, જયપુર, હૈદરાબાદ, જલંધર, જમશેદપુર, પટણા, મૈસૂર, લુધિયાણા, રાયપુર, રાંચી, અમદાવાદ સહિત 28 શહેરોમાં ઉપલબ્ધ છે. કંપોઝિટ સિલિન્ડર લોખંડના સિલિન્ડર મુકાબલે 7 કિલો હળવો છે. તેમાં થ્રી-લેયર છે. અત્યારે ઉપયોગ થનાર ખાલી સિલિન્ડર 17 કિલોનો હોય છે અને ગેસ ભરેલો 31 કિલોથી થોડો વધારે હોય છે. 10 કિલોના કમ્પોઝિટ સિલિન્ડરમાં 10 કિલો જ ગેસ રહેશે.

Shah Jina