“સાથ નિભાના સાથિયા”ની આ અભિનેત્રીએ ફ્લોન્ટ કર્યો બેબી બંપ, તસવીરોમાં જોવા મળી કુલ અને ખૂબસુરત

દીકરાને જન્મ આપ્યા બાદ TV અભિનેત્રીએ બતાવી ગોદ ભરાઇની ઝલક, પિંક ચમકદાર સાડીમાં જોવા મળી ખૂબસુરત

ટીવીના પોપ્યુલર શો “સાથ નિભાના સાથિયા”માં પરિધિનો રોલ પ્લે કરી ફેમસ થનાર અભિનેત્રી લવી સાસનને હવે કોઇ ઓળખની જરૂર નથી. લવીએ તેના જન્મદિવસ પર તેના બીજા બાળકનું સ્વાગત કર્યુ હતુ. આ દિવસોમાં તેની ખુશી ઘણી વધારે છે. હાલમાં જ લવીએ સોશિયલ મીડિયા પર તેની ગોદ ભરાઇની તસવીરો શેર કરી છે.

લવી લગ્ન બાદથી જ નાના પડદાથી ગાયબ છે. તે હાલ તો તેના પતિ અને પરિવારના સભ્યો સાથે બેંગલુરુમાં સેટલ છે. તસવીરો શેર કરતા લવીએ લખ્યુ કે, તમે આ ખૂબસુરત યાત્રા દરમિયાન એક અદ્ભૂત સાથી રહ્યા છો મારા પ્રેમ. હું તમને મારા બનાવવા માટે ભગવાનનો પર્યાપ્ત આભાર માની નથી શકતી.

લવીએ આગળ લખ્યુ કે, મારા બધા મિજાજ, ભોજન, આરામ અને બીજા ઘણા બધાનું ધ્યાન રાખ્યુ. હું તમને મેળવીને ખૂબ જ ધન્ય છું. તમે મારા માટે જે કંઇ પણ કરો છો તેનો ખૂબ ખૂબ આભાર. તમને જણાવી દઇએ કે, લવી સાસન અને તેના પતિ કૌશિક કૃષ્ણમૂર્તિ પહેલાથી જ એક દીકરાના માતા-પિતા છે. તેનો જન્મ ફેબ્રુઆરી 2020માં થયો હતો.

આ કપલ સોશિયલ મીડિયા પર બેબી બોય સાથેની તસવીરો શેર કરતા રહે છે. લવીએ આ પહેલા જ થ્રોબેક તસવીરો શેર કરી હતી. જેમાં તે કેમેરા સાથે પોઝ આપતા બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. લવીએ હાલમાં જે તસવીરો શેર કરી છે, તેમાં તે તેના પતિ સાથે જોવા મળી રહી છે અને આ ઉપરાંત તે કેટલીક તસવીરોમાં ઘણી કુલ પણ જોવા મળી રહી છે.

લવીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, મારા સાસુ-સસરા ઇચ્છતા હતા કે છોકરી થાય પરંતુ નસીબે કંઇક બીજુ વિચાર્યુ હતુ. મારા જન્મદિવસે જ મારો દીકરો થયો છે. હવે દર વર્ષે ઘરમાં મોટુ સેલિબ્રેશન કરવાનુ કારણ મળી ગયુુ છે.

લવીએ જણાવ્યુ કે તેની નોર્મલ ડિલીવરી થઇ છે. લવીને જયારે પૂછવામાં આવ્યુ કે તેનો દીકરો રોયસ નાના ભાઇના આવવાથી કેટલો એક્સાઇટેડ છે ? તો આ પર લવીએ કહ્યુ કે, જયારે બેબી ડિલીવર થયુ તો વીડિયો કોલિંગથી અમે તેને બેબી બતાવ્યુ અને કહ્યુ કે, તારો નાનો ભાઇ છે.

રોયસ કંફ્યુઝ દેખાયો અને સ્માઇલ સાથે બેબીનેે જોતો રહ્યો. તે હજી નાનો છે પરંતુ તેની આંખોમાં નાના ભાઇના આવવાની ખુશી ઝલકે છે. તે મારા વગર જ મારા સાસુ સસરા સાથે શાંતિથી રહે છે. તે અમારા ઘરે આવવાની રાહ જોઇ રહ્યો છે.

Shah Jina