દીકરીને કર્મ ઉઠાવીને લઇ ગયા પછી એવા સમાચાર મળ્યા કે બધા ખળભળી ઉઠ્યા
દેશમાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે જે જોઈને આપણા પણ હોશ ઉડી જાય, અને એ ઘટના પાછળ જયારે તપાસ થાય અને સત્ય સામે આવે ત્યારે ખરેખર એમ થાય કે આવું પણ બની શકે?? આવી જ એક ઘટના સામે આવી છે હરિયાણાના ઝજ્જરથી જ્યાં એક માતાની આંખો સામે જ તેની 18 વર્ષની દીકરીને કિડનેપ કરી લેવામાં આવી.અને પોલીસે જયારે તપાસ કરી ત્યારે ચોંકાવનારું રહસ્ય સામે આવ્યું હતું.
આ ઘટના છે શુક્રવારે સવારની છે જ્યાં એક મા અને દીકરી કોઈ કામ માટે બહાર નીકળ્યા હશે ત્યારે એક ગાડી ફિલ્મી ઢબે તેમની પાસે આવી અને 18 વર્ષની દીકરીનું અપહરણ કરીને લઇને ચાલી ગઈ. પોલીસે 3 કલાક સુધી નાકાબંધી કરી અને આરોપીઓ સુધી પહોંચી ગઈ, પરંતુ પછીથી જે રહસ્ય સામે આવ્યું તે જાણીને સૌના હોશ ઉડી ગયા.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ ગઈ હતી. અને તેઈ ફૂટેજ સામે આવતા હડકંપ મચી ગયો હતો. છોકરી તેની મા અને એક મિત્ર સાથે સિલાઇ સેન્ટર જઈ રહી હતી, અને ત્યારે જ એક કાર તેમના નજીક આવી અને અંદર રહેલા 3-4 યુવકો તે યુવતીને ખેંચીને પોતાની સાથે લઇ ગયા.
યુવતીની માતારે જયારે યુવકોને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને પણ ધક્કો મારીને દૂર કરી દેવામાં આવી. ઘટનાની જાણ થતા જ પોલીસે નાકાબંધી કરી દીધી। અને 3 કલાકમાં બે છોકરાઓ જીંદના કિલાં જફરગઢમાં મળી આવ્યા। પરંતુ પૂછતાછ દરમિયાન જે રહસ્ય સામે આવ્યું તે ચોંકાવનારું હતું.

પૂછતાછ દરમિયાન સામે આવ્યું કે તે યુવતી અને પકડાયેલા એક યુવકે લગ્ન કરી લીધા હતા. એટલે કે યુવતીના કેડનેપિંગ કરવાનું એક નાટક જ હતું, બધું પહેલેથી જ ગોઠવણી કરીને નક્કી કરવામાં આવ્યું હતું.
સાઇબર સેલની મદથી જયારે પોલીસે લોકેશન તપાસી ત્યારે તે રોહતકના આર્ય સમાજના મંદિરની નીકળી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવતીને છોડાવી લીધી. તેમજ બંને યુવકોની ધરપકડ પણ કરી લીધી. ઝજ્જરના ડીસીપી શમેશ સિંહે જણાવ્યું કે યુવતીના જવાબ ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે. યુવતીની માએ અપહરણનો કેસ દાખલ કરાવ્યો છે.

યુવતીના પિતાએ જણાવ્યું કે 4 મહિના પહેલા એક છોકરો તેમની દીકરીને હેરાન કરતો હતો. છોકરો કબાડીનું કામ કરતો હતો અને તેનું નામ મનજીત હતું, તે બીરધાના ગામનો રહેવાસી છે. પોલીસે જયારે યુવતીને પૂછ્યું ત્યારે તેને જણાવ્યું કે તેને આર્ય સમાજ મંદિરમાં મંજીત નામના યુવક સાથે લગ્ન કરી લીધા છે.