ઘરેથી ભાગેલા પ્રેમી પંખીડા માટે સૌથી સુરક્ષિત સ્થળ છે આ, ઘરવાળા તો શું પોલીસ પણ હાથ નથી લગાવી શકતી

આ ગામમાં ભગવાન શંકર કરે છે પ્રેમી પંખીડાના રક્ષા

દરરોજ દેશભરમાં પ્રેમી યુગલોની હત્યાના અહેવાલો આવતા રહે છે, જો પ્રેમીઓ ઘરથી ભાગી જાય છે તો પોલીસ તેમની પાછળ પડી જાય છે. તેમના પરિવારોથી જીવના ભયને કારણે, ઘણા પ્રેમી યુગલો ઘર છોડીને ભાગી જાય છે. અમે તમને આજે એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પ્રેમીઓ ઘરેથી ભાગી જાય છે તેમના માટે સૌથી સલામત સ્થળ છે.

આ એવી જગ્યા છે જ્યાં ન તો સમાજનો ડર છે અને ન તો પકડાવાનો. અહીંના લોકો મહેમાનની જેમ તેમનું સ્વાગત કરે છે. આ સ્થળ હિમાચલ પ્રદેશના કુલીમાં આવેલું શંગચૂલ મહાદેવ મંદિર છે. તે પ્રેમીઓ માટે સૌથી સુરક્ષિત સ્થળ છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના શાંઘડ ગામમાં એક પરંપરા છે કે જો કોઈ પ્રેમી યુગલ આ ગામમાં શાંગચુલ મહાદેવની હદ સુધી પહોંચી જાય તો કોઈ પણ વ્યક્તિ તેનુ કઈ બગાડી શકતા નથી.

ગામમાં ભાગીને આવેલા પ્રેમી યુગલો માટે અહીં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે તેમની મહેમાનગતિ પણ કરવામાં આવે છે. ગામના લોકો દેવતાના આદેશ હેઠળ આ લોકોની રક્ષા કરે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પાંડવો વનવાસ દરમિયાન આ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે લોકોએ તેમને અહીં આશ્રય આપ્યો હતો. પણ તેમનો પીછો કરતા કૌરવો પણ અહીં પહોંચ્યા. જે બાદ શંગચુલ મહાદેવે તેમને ગામમાં પ્રવેશતા અટકાવ્યા. મહાદેવે કહ્યું કે જે પણ મારા આશ્રયમાં અહીં આવશે, હું તેની રક્ષા કરીશ.

ત્યાર પછી, સદીઓ વીતી ગયા પછી પણ અહીં એ જ પરંપરા ચાલી રહી છે અને આ ગામના લોકો આ પરંપરા મુજબ ભાગીને આવેલા પ્રેમીઓની રક્ષા કરે છે. એટલું જ નહીં, પોલીસને પણ આ ગામમાં પ્રવેશ મળતો નથી અને ન તો કોઈ આ ગામમાં માંસ, દારૂ, ચામડાનો સામાન લાવી શકે છે.

એવું કહેવાય છે કે પાંડવોનો પીછો કરતા કરતા જ્યારે કૌરવો આ ગામમાં પહોંચ્યા, ત્યારે કૌરવો મહાદેવના ડરને કારણે પાછા ફર્યા. આ પછી અહીં પરંપરા શરૂ થઈ અને અહીં આવતા ભક્તોને સંપૂર્ણ સુરક્ષા મળવા લાગી. એવું કહેવાય છે કે જ્યાં સુધી મામલો ઉકેલાતો નથી ત્યાં સુધી બ્રાહ્મણ સમાજના લોકો અહીં આવનારાઓની સંપૂર્ણ કાળજી લે છે.

અહીંના લોકો તેમના ભોજન અને રહેવાની સંપૂર્ણ જવાબદારી લે છે. આ ગામમાં કોઈ વ્યક્તિ હથિયાર સાથે પ્રવેશી શકે નહીં. એટલું જ નહીં આ ગામમાં કોઈની સાથે પણ ઉંચા અવાજમાં વાત કરવા પર પ્રતિબંધ છે. અહીં દેવતાનો જ નિર્ણય માન્ય છે.

Patel Meet