ખબર

વિસનગરમાં પ્રેમનો કરુણ અંજામ : ઘરેથી ગિફ્ટ લેવા ગયેલી દીકરીએ નદીના પટમાં તેના પ્રેમી સાથે ઝાડ ઉપર લટકી જીવ આપી દીધો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો ઘણા પ્રેમ સંબંધોના કારણે પોતાનો જીવ આપી દેતા હોય છે. ઘણા પ્રેમી પંખીડાઓ પણ એવા હોય છે જે સમાજ અને પરિવારના ડરથી પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલ એવો જ એક મામલો મહેસાણાના વિસનગરમાંથી સામે આવ્યો છે, જ્યાં બે પ્રેમી પંખીડાઓએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વિસનગરમાં આવેલા ઉમતા ગામ નજીક ગત રવિવારના રોજ વહેલી સવારે નદીના પટમાં એક પ્રેમી યુગલ ગળે ટુંપો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચારી મચી ગઈ હતી. આ ઘટનાને લઈને ગ્રામજનો પણ શોકમગ્ન બની ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

મૃતક યુવતી મેડિકલનો અભ્યાસ કરી રહી હતી અને તેના પ્રેમ સંબંધો મૂળ ઇન્દોરના રહેવાસી અને વિસનગરમાં ગેરેજમાં કામ કરતા 24 વર્ષીય યુવક જીતેન્દ્ર બાબુલાલ શર્મા સાથે બંધાયા હતા. જીતેન્દ્ર બાળપણથી જ ઉમતા ગામમાં તેની બહેન સાથે રહેતો હતો અને વિસનગરમાં આવેલા એક ગેરેજમાં કામ કરતો હતો.

મૃતક યુવતી પાયલબેન કિશોરજી ઠાકોર મૂળ સુંઢિયા ગામની હતી અને વિસનગરમાં પોતાના પરિવાર સાથે રહીને વિસનગરની એસ. કે. યુનિવર્સિટીમાં ઓર્થોપેડિકનો અભ્યાસ કરતી હતી. ગત શનિવારના રોજ સાંજના 5 કલાકે ઘરેથી ગિફ્ટ લેવાનું કહીને નીકળી હતી અને પરત ફરી નહોતી. ત્યારે ઉમતા ગામના નદી પટમાં બંને પ્રેમી યુગલે ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કરી લીધું. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.